Press "Enter" to skip to content

દિવસો જુદાઈના જાય છે


આ ગીત બે પ્રેમીઓના વિરહનો ચિતાર આપે છે, પણ એ માનવમાત્ર માટે પણ સત્ય છે. જે દિવસે આપણે આ પૃથ્વી પર આંખ ઉઘાડીએ છીએ એ દિવસથી ઈશ્વરની સાથે આપણો સંબંધવિચ્છેદ થાય છે, જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરની જુદાઈમાં જાય છે. મૃત્યું જીવન પર પડદો પાડે ત્યારે ઈશ્વર સાથે આપણું ચિર મિલન થાય છે. આ ગીતની છેલ્લી પંક્તિઓ આ ભાવની પૂર્તિ કરે છે. આ ગઝલની એ સૌથી સુંદર કડીઓ છે. શ્વાસનું બંધ થવું અને ચિતા પર આગનું મૂકાવું … તાદૃશ્ય કરી દે છે.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – ઐશ્વર્યા મજમૂદાર

*
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે તન પર રહો ઘડી-બેઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

15 Comments

 1. Heena Parekh
  Heena Parekh September 1, 2008

  પંખીડાને આ પીંજરુ અને દિવસો જુદાઈના જાય છે એ બન્ને મને અતિશય પ્રિય. મારા પ્રિય ગીતો આપની સાઈટ પર વાંચવા પણ મળ્યા અને સાંભળવા પણ મળ્યા. Excellent.Keep it up.
  હિના પારેખ (વલહાડ-વલસાડ)

 2. madhu
  madhu September 1, 2008

  i am very much oblige to the promoter of this site, must have taken lots of pain to compile all these, a true social returns to gujarati ppl and society, hats off to him.

 3. Naresh Suryavanshi
  Naresh Suryavanshi September 3, 2008

  Gujarati bhasha ni krutio manva male etle jane swarg malyu.
  ahi etli uttam krutio raju kari chhe ke haiyu gadgadit thai gayu.
  sau kavio ane gayak/gayikao ne mara dil na lakho tukda karine arpan karu toy ochha pade …. kem sachi vat ne?

 4. Heena Patel
  Heena Patel September 17, 2008

  i like this song very much i heard this song first time A’bad
  at fuva’s ( B M Contractor )

 5. Kirit Joshi
  Kirit Joshi October 1, 2008

  Thanks a lot for excellent work on this site.
  There is one more popular Gazal by Gani Dhahiwala ” Dil ne khabar nathi ke, shu aankho kari gayi “…. which I was lucky to hear him in 1967 in presence of ” Kavi Sundaram”. But never lucky to read it so far. If you can oblige, please. – Kirit Joshi / Dubai & Mississauga Canada

 6. Biren Kothari
  Biren Kothari October 8, 2008

  આ ગઝલ અસલમાં રફીસાહેબે ગાઈ છે.તે પણ મૂકશો તો આનન્દ થશે.

 7. admin
  admin October 11, 2008

  બિરેનભાઈ,
  આપની ફરમાઈશ પર હવે.. ‘દિવસો જુદાઈના જાય છે’ ..સાંભળો રફી સાહેબના સ્વરમાં.

 8. Biren Kothari
  Biren Kothari October 11, 2008

  Thanx a lot. If I remember correctly,it is composed by Shri Purushottam Upadhyay.This composition somehow reminds me of ‘Ye hawa ye raat ye chandani’ (Film:Sangdil, Music:Sajjad) sung by Talat Mehmood.

 9. Arvinda
  Arvinda October 12, 2008

  Excellent song with a lot of meaning. Well done all involved staff for making this available to us.
  Arvinda.

 10. Raju Khona (London)
  Raju Khona (London) December 2, 2008

  અતિ સુન્દર રફી સાહેબ તથા સોલિ ના અવાજમાં આ ગઝલ…………..
  મારી પ્રિય ગઝલ…………ખુબ ખુબ ધન્યવાદ…………..

 11. Dr. ketan kck
  Dr. ketan kck February 17, 2009

  મને મારી પ્રિય ગઝલ અહીં સાંભળવા મળી તેને માટે હું તમારો હાર્દિક આભાર માનુ છું……..

 12. Kiran Pithwa
  Kiran Pithwa June 11, 2009

  ખરેખર જ્યાં હૃદય હળવું થાય એવુ સરનામુ મળી ગયુ.

 13. Kanchankumari Parmar
  Kanchankumari Parmar July 29, 2009

  આહ બની દર્દ ઉઠ્યું આ દિલમાં; આગ બની પ્રજળશે એ પળમાં…. ખુબજ સરસ..

 14. Dilip
  Dilip March 6, 2010

  દક્ષેશભાઈ, અન્ય શેર વાંચીને ઘણો આનંદ થયો..આ રચના મારે ગાવી હતી તે અહી મળી..આભાર

 15. Arun.K.Joshi
  Arun.K.Joshi September 2, 2011

  Dear Daxeshbhai,
  A touching gazal very happy to hear after a long time at Sydney. Gujarati culture is spreading through Mitixa. Wonderful work done by you. I had send you an invitation to visit Asmita Vikash Kendra,Tralsa village. Ashmita Vikash is a free residential school for mentally challenged children. My intimate friend Pravin Patel [LA, USA] is the founder of this institute. His
  phone no is 909 646 9260 and his E mail is pdpatel16@gmail.com. As you are visiting India every year I request you to visit our institute. Try to contact Pravin Patel in your busy schedule. Thanks.

  [Arunbhai, I will sure try to see that I can visit it the next time I go to India.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.