Press "Enter" to skip to content

આપની રચનાઓ

 • નોંધહવે પછી અહીં નવી રચનાઓ સ્વીકારવી બંધ કરેલ છે.
 • પ્રતિભાવ માટે અલગ પૃષ્ઠ છે તેનો ઉપયોગ કરો.

50 Comments

 1. Dr. firdosh dekhaiya
  Dr. firdosh dekhaiya November 6, 2008

  સત્યના મારા પ્રયોગો સાવ તો ખોટા નથી,
  વાત ખાલી એટલી કે એમના ફોટા નથી

  કેટલી નરમાશથી સાગર મળે આકાશને,
  કે હવાની ઓઢણી પર ક્યાંય લીસોટા નથી

  જાત બાળીને ઉજાળે વિશ્વ આખાને સદા,
  ચાંદ પણ સંમત થશે કે સૂર્યના જોટા નથી

  કો’ વધૂને બાળતા હાથો વિશે બોલ્યા સતી,
  પાનબાઈ!એમના માટે હજી “પોટા” નથી?

  ભ્રુણ હત્યા લાગશે ,સંભાળજે પાગલ પવન,
  કૂખમાં જળની હવા છે,સિર્ફ પરપોટા નથી.

  – સલીમ શેખ (સાલસ)

 2. Dr. firdosh dekhaiya
  Dr. firdosh dekhaiya November 6, 2008

  ગાયબ છે અંદરનો માણસ
  જીવે તે અવસરનો માણસ

  મસ્તીમાં લડખડતી સાંજે
  ખોવાયો જંતરનો માણસ

  ઘટનાઘેલો પાને-પાને
  ઊગ છે મંઝરનો માણસ

  પરપોટાના પડ ઉખાડે
  પીઝા ને બર્ગરનો માણસ

  દાપાં માંગે ડગલે-ડગલે
  સાલ્લો આ દફતરનો માણસ

  – સલીમ શેખ (સાલસ)

 3. Dr. firdosh dekhaiya
  Dr. firdosh dekhaiya November 6, 2008

  ઇસુભાઈ ગઢવીની શ્રેષ્ઠતમ રચના (મારું મંતવ્ય—-બીજા કોઇને લાગુ ન પણ પડી શકે)

  કડલાં રણકે,કડલાં રણકે,કોરે-મોરે કડલાં રણકે
  શેણ-વિજોગણ કડલાં રણકે,જોબન-રણ થઈ કડલાં રણકે
  કાળજ-કાંઠે,પ્રિત-પિયાવે,તરસી હૈયાધાર થઈને હેત હુલામણ કડલાં રણકે
  આંખ્યુંમાં અષાઢ થઈને,બારે ખાંગા મેહ થઈને,શ્રાવણવાળો નેહ થઈને કડલાં રણકે
  અધરાતે મધરાતે આવી ભરનીંદરમાં શમણાં થઈને રાત-ઉજાગર કડલાં રણકે
  ઘર ઉંબરની બારશાખમાં સાંજ-સવારે મીઠું મલકતાં ખાપે-ખાપે દર્પણ થઈને કડલાં રણકે
  ટોડલિયાના મોરલિયામાં,તોરણિયા ને ચાકળિયામાં લાગણીઓનાં ગૂંથણ થઈને કડલાં રણકે
  લીંપી-ગૂંપી ઓશરીયુંની ગાર્યુંમાં ઓળીયા થઈને હાથ હથેળી હૈયાં થઈને કડલાં રણકે
  ફૂલ-સુંવાળી આંગળીયું એ શણગારેલી ભીંતડીયુંમાં ખાલીપાના નાગ થઈને કડલાં રણકે
  આંગણિયામાં પગલે-પગલે -ફળીયે-ફળીયે ડગલે-ડગલે પાની-પાની વીંછી-ડંખ થઈ કડલાં રણકે
  પાદર,વડલો,તળાવ-કાંઠો,વાવ-કૂવાના પગ-પગથારે પનિયારણ થઈ કડલાં રણકે
  વાટે-ઘાટે અંતરહાટે ખાટાંમીઠાં ગોરસ લઈને મહિયારણ થઈ કડલાં રણકે
  સુકા વીરડે ભીની રેતમાં મમતાના પાતાળ પાણીમા ડૂબી ટેરવાં કડલાં રણકે
  શરણાયું સૂરે,ઢોલ ઢબૂકે માંડવડાના માણેકથંભે કંકુ-ચોખા કડલાં રણકે
  મોડ્-ચુંદડી-રામણ દીવડે,પાનેતરની ગાંઠે-ગાંઠે ગીત કુંવારા કડલાં રણકે
  ખેતર શેઢે મન મીઠપનાં ભાથાં લઈ મનવાર્યું કરતી ભતવારણ થઈ કડલાં રણકે
  લીલી સીમમાં લાલ હિંગોળી હેત્-પ્રીતનાં સોનલવરણાં ઊગી કણહલાં કડલાં રણકે
  ઉભા મોલમાં કુણી કુણી આશાઓની આંખ ફોલતાં વૈયાં થઈને કડલાં રણકે
  ગોરજટાણે ગામ ગોંદરે ગોધૂળ ઘેલી ગોવાલણ થઈ કડલાં રણકે
  દન ઊગે ને દનની હારે સાંજ-સવારે રાતા-પીળા સૂરજ થઈને કડલાં રણકે
  રાત રાણીના ઘમ્મર ઘાઘરે મધરાં-મધરાં શ્યામ સુંવાળાં અંધારાં થઈ કડલાં રણકે
  વાતે વાતે વેણે વેણે શ્વાસે શ્વાસે રમણે રમણે રોમે રોમે રાગ થઈને કડલાં રણકે
  આંખ ઉઘાડું,કાન લગાડું,હાથ અડાડુમ રૂંવે રૂંવે સાદ થઈને કડલાં રણકે
  આ વાત થઈ ને કડલાં રણકે
  સોગાત થઈને કડલાં રણકે
  આઘાત થઈને કડલાં રણકે
  ભીતર ભેદ થઈ કડલાં રણકે,અંતર છેદ થઈ કડલાં રણકે,જીવન ખેદ થઈ કડલાં રણકે
  ગરલ ઘુંટ થઈ કડલાં રણકે,સકળ શૂળ થઈ કડલાં રણકે,મીઠું મોત થઈ કડલાં રણકે
  પછી કેમ કહું ના કડલાં રણકે,હવે કેમ કહું કાં કડલાં રણકે,અને કેમ કહું હા કડલાં રણકે

  (ભૂમિકાઃખંભાળિયા બાજુની આયર જાતિ માં સ્ત્રી સોહાગણ હોવાની નિશાની છે કડલાં…હાથીદાંતથી બનેલાં આ કડલાં નીચે કાંડા પાસે સાવ સાંકડા હોય અને ઉપર જતાં જતાં પહોળા થતા જાય છે..વળી આ કડલામાં મોરલા અને આભલા ભર્યાં હોય અને ચાંદીની ઘુઘરીઓ પણ ખરી………..
  જે મંજુલ રણકાર કરતી હોય ……..એક વિધુર માણસ જ્યારે ગામના પાદરે,વડલે,તળાવકાંઠે ઓટલે અને આવા દરેક સ્થળે થી પસાર થાય છે અને ત્યાં સંભળાતો કડલાંનો રણકાર એને એ એહસાસ કરાવે છે કે મારે ઘેર આવો એક રણકાર હવ ભૂતકાળ બની ગયો છે………….આ ભૂમિકા સ્વયં કવિએ કહેલ છે)

 4. Dr. firdosh dekhaiya
  Dr. firdosh dekhaiya November 6, 2008

  એક મંકોડે ખાધી રે હાથીની ઠેસ ,કહો મંકોડે કેમ કરી જિરવાયું થાય ?
  તોય એને ના લાગ્યું કંઈ ઠેબું યે લેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

  માળો મંકોડો નીકળ્યો રે મંકોડી પહેલવાન,કીડી રે જોઈ-જોઈ અરધી રે થાય ;
  એની બહાદુરી ભાળીને ભૂલી ગઈ સાનભાન,હૈયામાં કાંઈ-કાંઈ મરકી રે જાય.
  પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાય;
  અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

  ને પછી રાફડે ને પાંદડે,લાકડે ને થાંભલે,ચોડ્યા મંકોડાના ફોટા;
  એની છાપુંના ઠેર-ઠેર ટી-શર્ટ વેચાય,અને સ્કીમુંમાં સાકરિયા ગોટા.
  પછી મંકોડો નીકળ્યો રે દરીયાને દેશ ,એને જોવાને ઠેર-ઠેર લાઈનું બંધાય;
  અને ભાડેથી લીધી એક ભગરાળી ભેંશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

  વળી મંકોડો બોલ્યોઃહું મંકોડી પહેલવાન,મારો નથી રે કોઈ જોટો;
  કરી હિંમત જો કોઈ મુજ સામે જો આવે,એનો ઢોળાવી નાખું રે લોટો.
  એક મરઘે સંભાળ્યો મંકોડાનો કેસ;હવે મંકોડો મરઘાની ચાંચે લટકાય;
  ઓણ મંકોડી પહેલવાન બોલ્યો ના લેશ;માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!

  – ડો.ફિરદૌસ અ.દેખૈયા

 5. Dr. firdosh dekhaiya
  Dr. firdosh dekhaiya November 6, 2008

  હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
  ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

  એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
  ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

  પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
  ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

  રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
  તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

  જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
  લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

  — ડો.ફિરદૌસ દેખૈયા

 6. Dr. firdosh dekhaiya
  Dr. firdosh dekhaiya November 6, 2008

  અશ્રુઓ સારો નહીં
  મોત ને મારો નહીં

  આગ થૈ ને વાગશે,
  જખ્મ ને ઝારો નહીં

  ને કફનમાં યાદ ના
  શિલ્પ કંડારો નહીં

  ગૂંગળાવે છે કબર,
  શ્વાસ !પરવારો નહીં

  મોત ની કોને ખબર?
  કોઇ અણસારો નહીં

  તા-કયામત બોલશે,
  પાપ,છૂટકારો નહીં

  ના અઝાબો છોડશે,
  ઈશ પણ તારો નહીં

  મોત પરવારી જશે,
  હોંસલા હારો નહીં

  — ડો.ફિરદૌસ દેખૈયા

 7. Dr.Firdosh Dekhaiya
  Dr.Firdosh Dekhaiya November 6, 2008

  એક તાજા રચનાઃ(બે શેર)

  એના નામે સઘળાં મોટાં કામ કરું છું,બિસ્મિલ્લાહ ;
  વાઈઝ!તારી સામે બેસી જામ ભરું છું ,બિસ્મિલ્લાહ .

  એકલ સાંજે,બાદ નમાજે,જામ બનાવી ઊભો’તો;
  એ જ હિસાબે શાયર!તારું કામ કરું છું,બિસ્મિલ્લાહ.

  ————-ડૉ.ફિરદૌસ દેખૈયા

 8. Jina
  Jina November 6, 2008

  આજે પહેલી વખત આપના બ્લોગની મુલાકાત લીધી… ખૂબ સરસ!

 9. Dr firdosh dekhaiya
  Dr firdosh dekhaiya November 8, 2008

  રાહી ની એક નવી ગઝલઃ

  ગૌરવ છું, જરીકેય અહંકાર નથી હું,
  છું નમ્ર જરુર,નબળો કે લાચાર નથી હું.

  તું રાખ મદદ તારી બીજા માટે સલામત !
  આધાર સ્વયંનો છે,નિરાધાર નથી હું.

  એથી જ નથી કરતું કોઈ મારી ઉપેક્ષા-
  દેખે છે બધાં મુજને,નિરાકાર નથી હું.

  સત્કાર કરું હોંશ થકી સર્વ સ્થિતિનો,
  સુખ હોય કે દુઃખ,બંધ હ્રદય્-દ્વાર નથી હું.

  રાહી! મને ન વાંચો કુતુહલની નજરથી,
  માણસ છું ફક્ત સાચો,સમાચાર નથી હું.

 10. Narendra Mahershi
  Narendra Mahershi November 11, 2008

  thank you for this wonderful site. I am urdu gazal write but I also try to write little bit in Gujarati. I will later send you my gazals. … Shall I ?
  [This page is made specifically for submitting your poems/gazals etc. – admin]

 11. Narendra Mahershi
  Narendra Mahershi November 12, 2008

  …આદત પડી છે…

  દર્દ સહેવાની હવે આદત પડી છે,
  જખ્મોના ખજાનાની ચાવી જડી છે….દર્દ

  શૂન્યતા સહુ લાગણી ગળી ગઈ,
  તમને કર્યો છે પ્રેમ, એ બાબત નડી છે..દર્દ

  મર્મ જેનો પામવા આયખાં ઓછાં પડે,
  ને આમ તો પ્રેમના અક્ષર અઢી છે…દર્દ

  કોના મરણનો શેનો શોક ભાંગવા,
  લાગણીઓ અહીં ટોળે વળી છે…દર્દ

  વાયદા કોની ક્ષણોને ગળી ગયા,
  ખુલ્લી આંખે ઝંખના ઉંબરે પડી છે…દર્દ

  ‘નાસેહ’ તારી પ્રાર્થના પહોંચી ખરી,
  આવતી આફતો અચાનક ટળી છે…દર્દ

  – નાસેહ આમોદવી
  (નરેન્દ્ર મહર્ષિ)

 12. Dr firdosh dekhaiya
  Dr firdosh dekhaiya November 13, 2008

  ગઝલનો વિષય છેઃ

  વિહરવું,રઝળવું મજલનો વિષય છે;
  શમા જેમ ગળવું ગઝલનો વિષય છે.

  ઠરી થાંભલો થઇ ગયેલી ગલીમાં
  તમારું નીકળવું કતલનો વિષય છે.

  વિચારો ફરજ છે,ને મક્તા’ છે સુન્નત;
  ‘લગાગા’નું મળવું નફલનો વિષય છે;

  કલાકાર ઘુંટે,તલબગાર લૂંટે,
  ઉભયનું પલળવું અમલનો વિષય છે.

  થયે બાગ-‘ફિરદૌસ’ સદીઓ ગઇ છે;
  પલકભરમાં ફળવું અતલનો વિષય છે.

  ——–ડૉ.ફિરદૌસ દેખૈયા

 13. Milan Dudhiya
  Milan Dudhiya December 13, 2008

  શું કહું…મિતિક્ષા..તારા પ્રેમમાં પડ્યો..

 14. Dilip Gajjar
  Dilip Gajjar December 19, 2008

  કેટલાયે માનવો આવી ગયા
  ખૂબ થોડા જિન્દગી જીવી ગયા

  ગામથી તો શ્હેરમાં જઈને વસ્યા
  શ્હેરથી પરદેશમાં પહોચી ગયાં

  આમ અમને આ ધરા નાની પડી
  ચન્દ્ર પર ને મંગળે ઉડી ગયા

  માનવીના મન સુધી તો ના ગયા
  ઈશ ને પાડોશ ચૂકી ગયા

  ધ્યેય વિનાની ગતી દોડતા
  આખરે પાછા ઘરે આવી ગયા

  આવતા ઘરમાં જરા મોડું થયું
  ક્યાં મને મૂકી દિલીપ ચાલી ગયા

  દિલીપ ગજ્જર
  લેસ્ટર

 15. Rachana Upadhyaya
  Rachana Upadhyaya January 15, 2009

  ચાલને મા આપણે ચાલીયે
  ચાલને મા આપણે ચાલીયે.
  હળવા હળવા પડતા ફોરામા;
  અડધા પડધા ભીન્જતા,
  તપતી ધરતીની ઉઠતી ફોરમમાં
  ને, જમીનના આ તારાઓમાં
  રંગબેરંગી સુવાસ ભાળતા, ચાલને મા આપણે ચાલીયે.

  વર્ષારાનીની ઝીણી ઝાંઝરીમાં,
  મેધ-અશ્વોની હણહણાટી સાંભળતા,
  વીજળીની ઝબુકતી રોશનીમાં; આ સૃષ્ટીના,
  થોડા મિત્રોની પહેચાન તું સમજાવે,
  થોડી ઓળખાણો હુ કરાવું;
  વિકસતા સંબંધોના ઝુંડમાં ચાલને મા આપણે ચાલીયે.

  આ કાળાશભર્યા રસ્તાઓમાં,
  ને જંગલના છાંયડાની લીલાશમાં,
  આ જીન્દગીને માણવા, જીરવવા,
  ભુતકાળની વાર્તાઓ તું સુણાવે,
  ભવિષ્યની શક્યતાઓ હું જણાવું,
  વર્તમાનને જીવતાં જીવતાં ચાલને મા આપણે ચાલીયે.

  Rachana. (6 July 2008.)

Comments are closed.