આજે નવરાત્રિ પર્વનું સમાપન છે. નવ રાત્રિઓમાં મા જગદંબાની આરાધના કર્યા પછી જેમ દરેક દિવસે ગરબાની સમાપ્તિ પર આરતી થાય તેમ આપણે પણ મા જગદંબાની આરતી કરીએ. દેશમાં રહેતા હોય કે વિદેશમાં, પણ દરેક ગુજરાતી ઘરમાં અચૂક ગવાતી આ આરતી સાંભળો.
*
સ્વર – મહેન્દ્ર કપૂર
*
સ્વર – અચલ મહેતા
*
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ
દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ
ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન,
શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ,
કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો,
ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા,
માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા,
રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ
ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
મા મંછાવતી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી … ઓમ
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને આપી, ચરણોની સેવા … ઓમ
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ
આદ્યા નહિ,પણ આદ્ય હોવું જોઈએ. આદ્ય એટલે મૂળ અથવા પ્રારંભિક. Pl correct.
મહેન્દ્ર કપૂરના અવાજમાં ખૂબ સુંદર લાગે છે. આભાર
બહુ જ સરસ લાગ્યુ.
jay mataji
ખુબ સરસ. બહુ ગમ્યુ. આભાર.
આરતી બેઉના અવાજમાં ખુબ ગમી.
મને ગમી પરંતુ આરતીને ડાઉનલોડ કરી શકાય કે નહિ તે જણાવશો.
I like this website.
This website is very beautiful and interesting.
In this website Bhajan , Aarti, Garaba, Balgeet etc. are very beautiful.
આ આરતી જાણે પ્રાગૈતિહસિક યુગથી ગુંજતી હોય એવુ લાગે.આ ઢાળ પર જ આ અદભુત રચના ભારત ની બધી ભાષામાં ગવાય તો દેશની અખંડતા મજબૂત થાય અને ભવ્ય સંસ્કૃતિનો ભાસ બધાને થાય. નવી આરતીના નિર્માણને પ્રોત્સાહન મલે. આદિ શન્કરાચાર્ય દ્વારા સંસ્કૃતમાં રચિત દેવીની સ્તુતિ અહિ મુકવા જેવી છે અને માણવા જેવી પણ. ખુબ ખુબ આભાર.