આંખ થી આંખ કહે વાત અને સમજી જાય આંખ એ પ્રેમ, બીજું શું?
દીલ ની અનકહી વાત સમજી જાય દીલ એ પ્રેમ, બીજુ શું?
શ્વાસથી પણ વધારે મુકે વિશ્વાસ એ પ્રેમ બીજુ શું?
લાગણી ભરીયો સાથ જીવનભર, હાથોમાં હાથ એ પ્રેમ, બીજુ શું?
જીવનભર નિભાવે સાથ એ પ્રેમ, બીજું શું?
સ્નેહનો પર્યાય એ પ્રેમ, બીજું શું?
પ્રેમ એટલે પ્રીતી બીજું શું?
પ્રીતી એટલે પ્રીત બીજુ શું?
“રાજ” ની બહુ જ સાદી છે આ વાત. બીજુ શું?
– રાજ
(૦૯/૦૩/૨૦૦૯)
Dr. Firdosh DekhaiyaMarch 23, 2009
એમ નહીં ‘ફિરદૌસ’ થવાયે,સાંભળજોજી;
દિલને હસ્તક જન્નતની જાગીર તો રાખો
Ranjan PandyaApril 4, 2009
દિલની આ કોરી કિતાબમાં,
વહેતા રક્ત વડે તમારી યાદમાં,
શબ્દ લખી રહ્યા તમારું જ નામ,
કલમ અમારી છે અને શાહી તમારી છે….
જીવનસફરની શરૂઆતમાં,
તમે જ એક એવા મળ્યા,
નજરોથી નજર મળી ગઈઅને મહોબત થઈ ગઈ,
પ્રિત અમારી છે અને નિશાનીઓ તમારી છે……
કાજળથી કાળી આ રાતમાં,
હૈયાના હેતમાં હળવે હળવે સમાયેલ,
બીડેલા નયનદ્વારમાં છુપાઇને પ્રવેશી ગયાં,
સપનાં તમારાં છે અને આંખો અમારી છે….
Hemant UpadhyayApril 16, 2009
I wish to send my poems for publication in mitixa.
How do I do that ? Please advise me.
[હેમંતભાઈ, તમે આ પાનાની નીચે કોમેન્ટમાં તમારી કૃતિ લખીને submit કરશો એટલે પ્રસિદ્ધ થઈ જશે. આ પાનું વાચકોની રચનાઓ માટે જ બનાવવામાં આવ્યું છે. જો તમે ગુજરાતીમાં ટાઈપ ન કરી શકતા હો અથવા તમારી કૃતિઓ અન્ય સ્વરૂપે હોય (PDF or picture) તો ઈ-મેઈલ કરો admin (at) mitixa.com]
મારા વિના જીવ તારો કચવાતો નથી?
હવે તો મારા થી હુ સચવાતો નથી.,
મારે તો જાગરન આ રોજ નુ થયુ,
મારા સમ વારો મારો-તારો નથી?
આમ અન્જાન બની તુ કેમ તડપાવે?
ઇશારો આન્ખ નો સંભળાતો નથી?
આ ગરમી ની મોસમ ને ઠન્ડા શ્વાસો,
મારા પર અન્યાય તારો સારો નથી.
લે વાત મોકલુ સપનેય મિલન ની,
કહેશે તુ બસ હવે શરમાતો નથી?
સમય
સમય ને સમયનુ કામ કરવા દીધુ તો
સમયની સાથે સમયની ફરિયાદ ગઇ.
સારો કે ખરાબ સમય હોતો નથી કદી
અપેક્ષા પ્રમાણ જ તો ખરો આધાર છે
સમય તો વાત કહેતો ટીક ટીક કરતા
દરેકે દરેક સમય આવે છે, જતો રહેવા
સમય વર્તે સાવધાન એ વાત સર્વ સાચી
સમય વિના વરસેલ મેહ, વ્યર્થ તે પાણી
-વિજય શાહ
અજનબી
દીવસે નરી આંખે અમે આભમાં તારા ગણીયે છીએ,
કારણ કે સપના જોઈ પણ અમે ખુશ તો છીએ,
સુરજ નો તાપ તો હવે દઝાડે છે.
બાકી આજે પણ નીશામાં પરકાશ્ના દર્શન થાય છે
કાવ્ય ને ગણ્ગણ્વુ મને ગમે છે.
કારણ કે સપના પણ કયારેક સાચા પડી શકે છે.
“રાજ” ને ખુદ નો પરીચય તો છે
પણ દુનીયા થી અમે અજનબી બની ગયા છેં.
– રાજ
(૧૮/૩/૨૦૦૯)
પ્રેમ એટલે શું?
આંખ થી આંખ કહે વાત અને સમજી જાય આંખ એ પ્રેમ, બીજું શું?
દીલ ની અનકહી વાત સમજી જાય દીલ એ પ્રેમ, બીજુ શું?
શ્વાસથી પણ વધારે મુકે વિશ્વાસ એ પ્રેમ બીજુ શું?
લાગણી ભરીયો સાથ જીવનભર, હાથોમાં હાથ એ પ્રેમ, બીજુ શું?
જીવનભર નિભાવે સાથ એ પ્રેમ, બીજું શું?
સ્નેહનો પર્યાય એ પ્રેમ, બીજું શું?
પ્રેમ એટલે પ્રીતી બીજું શું?
પ્રીતી એટલે પ્રીત બીજુ શું?
“રાજ” ની બહુ જ સાદી છે આ વાત. બીજુ શું?
– રાજ
(૦૯/૦૩/૨૦૦૯)
એમ નહીં ‘ફિરદૌસ’ થવાયે,સાંભળજોજી;
દિલને હસ્તક જન્નતની જાગીર તો રાખો
દિલની આ કોરી કિતાબમાં,
વહેતા રક્ત વડે તમારી યાદમાં,
શબ્દ લખી રહ્યા તમારું જ નામ,
કલમ અમારી છે અને શાહી તમારી છે….
જીવનસફરની શરૂઆતમાં,
તમે જ એક એવા મળ્યા,
નજરોથી નજર મળી ગઈઅને મહોબત થઈ ગઈ,
પ્રિત અમારી છે અને નિશાનીઓ તમારી છે……
દિલના દરિયાકિનારે મિલાવી હાથમાં હાથને,
પાણીમાં સરી જતી રેતીના સાથમાં,
મિલનની મધુર ભીનાશમાં,
હૈયાની હોડી અમારી છે અને ધબકાર તમારા છે…..
કાજળથી કાળી આ રાતમાં,
હૈયાના હેતમાં હળવે હળવે સમાયેલ,
બીડેલા નયનદ્વારમાં છુપાઇને પ્રવેશી ગયાં,
સપનાં તમારાં છે અને આંખો અમારી છે….
I wish to send my poems for publication in mitixa.
How do I do that ? Please advise me.
[હેમંતભાઈ, તમે આ પાનાની નીચે કોમેન્ટમાં તમારી કૃતિ લખીને submit કરશો એટલે પ્રસિદ્ધ થઈ જશે. આ પાનું વાચકોની રચનાઓ માટે જ બનાવવામાં આવ્યું છે. જો તમે ગુજરાતીમાં ટાઈપ ન કરી શકતા હો અથવા તમારી કૃતિઓ અન્ય સ્વરૂપે હોય (PDF or picture) તો ઈ-મેઈલ કરો admin (at) mitixa.com]
મને ગમી, મનમા વસી, તનમા સમાઈ,
વાત મારા માટે નવાઈની ઍવી મારી અમી;
પ્રેમ ભવસાગર સમી, દયા આસમાની,
ભક્તી જાણૅ રોમેરોમે છલકાવતી,એવી મારી અમી;
તીસ વરસ મા તારૂંમારૂ છોડી, ભોગવી પીડા તનમનની,
રમી મારા દીલમા,સૌની મનમાનીતી, એવી મારી અમી.
ઇસુભાઈ ગઢવીની શ્રેષ્ઠતમ રચના
અધરાતે મધરાતે આવી ભરનીંદરમાં શમણાં થઈને રાત-ઉજાગર કડલાં રણકે
ઘર ઉંબરની બારશાખમાં સાંજ-સવારે મીઠું મલકતાં ખાપે-ખાપે દર્પણ થઈને કડલાં રણકે
ઉભા મોલમાં કુણી કુણી આશાઓની આંખ ફોલતાં વૈયાં થઈને કડલાં રણકે
ગોરજટાણે ગામ ગોંદરે ગોધૂળ ઘેલી ગોવાલણ થઈ કડલાં રણકે
પૂરો અભ્યાસ કરી રચાયેલી લોક સાહિત્યની એક ઉત્તમ કૃતિ!
ઝવેરચંદ મેઘાણીની યાદ આવી ગઈ.
લોકસાહિત્યની આવી બીજી રચનાઓ પણ અહીં રજુ થાય એવી વિનંતી.
અમીવર્ષા
હેતનું વાદળ વરસ્યું’તુ એક વાર,
સુનુ આંગણ મહેક્યુ’તુ એક વાર.
અનરાધાર પ્રીતની વર્ષા થઈ,
તર બોળ તન થયુ’તુ એક વાર.
મધુર મધુર રસ ઝર્યા કરે,
અધરનુ અમી પાન કર્યુ’તુ એક વાર.
હવે ખીલશે આ ચમન જિંદગી ભર,
જળનું સિંચન થયું’તુ એક વાર.
રંગો નભમાં વિખેરાઈ ગયાં છે,
પ્રેમનું મેઘધનુષ થયુ’તુ એક વાર.
સપનાં નવા નવા જોવા લાગી છું,
એક સ્વપ્ન સાચું થયુ’તુ એક વાર.
– સપના
નમન હશે જો દિલમાં તો નફરત ગળી જશે.
પુરુષાર્થ હશે પ્રબળ તો એમાં પ્રારબ્ધ ભળી જશે.
મુકાબલો કરો જો મુશ્કેલીઓનો મન દઈને,
ફતેહ પણ તમારા કદમોમાં આવી ઢળી જાશે.
પર્યાપ્ત છે, તમારા ઈરાદાઓ મજબૂત હોય,
રસ્તાઓ આપોઆપ મંઝીલ ભણી વળી જાશે.
– આનંદ ત્રિવેદી (“સ્પર્શ”)
દુઃખ માં મારી માફક હસવાની નકલ કરી જુઓ.
મ્હોરા વિના ખુદ ની એવી શકલ કરી જુઓ.
તારા વિના એક પળ નહિ ચાલશે વરસાદમાં,
તુજ વિના મજા નહિ આવશે વરસાદમાં,
મારી ખોટ તને પણ સાલશે વરસાદમાં,
તારા વિના મને કેમ ફાવશે વરસાદમાં,
ચારો તરફ વસ્તી એટલી કે પગ મુકવાની જગા નથી,
તારા વિના એકલવાયું લાગશે વરસાદમાં,
મારા સ્મરણ થી તુંય અલિપ્ત રહી નહી શકે,
યાદો બની છાંટા તને વાગશે વરસાદમાં,
મુલાકાતો નો માર્ગ મોકળો ન કરો મોસમ માં,
પ્રણયઊર્મી તીવ્ર બની જાશે વરસાદમાં,
– આનંદ ત્રિવેદી (”સ્પર્શ”)
I liked your site.
મારા વિના જીવ તારો કચવાતો નથી?
હવે તો મારા થી હુ સચવાતો નથી.,
મારે તો જાગરન આ રોજ નુ થયુ,
મારા સમ વારો મારો-તારો નથી?
આમ અન્જાન બની તુ કેમ તડપાવે?
ઇશારો આન્ખ નો સંભળાતો નથી?
આ ગરમી ની મોસમ ને ઠન્ડા શ્વાસો,
મારા પર અન્યાય તારો સારો નથી.
લે વાત મોકલુ સપનેય મિલન ની,
કહેશે તુ બસ હવે શરમાતો નથી?
Reply
હા!ખુદા વિણ તો અમો કોઈ કને નમતા નથી,
એ ગજાને આંબવાની કોઈની ક્ષમતા નથી.
કોઈને ધિક્કારવાનો છે નહીં મારો સ્વભાવ;
હા!કહ્યું’તું એટલું કે એ મને ગમતા નથી.
ફાંકડી પ્રસ્તાવના ને પૃષ્ઠ સુંદર છે ઘણાં;
છે કમી તો એટલી,કે શેર મનગમતા નથી.
દોસ્ત!તું એવો ગયો-મહેફિલ ગઈ,મસ્તી ગઈ;
મજલિસોમાં ચાંદ પહેલાં જેમ આથમતા નથી.
જિંદગીમાં એમના યે છે ઘણા ઉપકાર,પણ-
દોસ્ત કંઇ ‘ફિરદૌસ’! નબળી બાજીઓ રમતા નથી.
ડૉ.ફિરદૌસ દેખૈયા