આજે ગુરૂપુર્ણિમા છે. આપણા પૂજ્ય ગુરૂજનોનું પવિત્ર સ્મરણ કરવાનો દિવસ, જેમણે આપણને જ્ઞાન આપ્યું તેવા શિક્ષકો, અધ્યાપકોને પ્રેમથી યાદ કરવાનો દિવસ. તો આજના દિને આપણા સૌને જ્ઞાનનું દાન દેનાર મા શારદાને યાદ કરીને આ પ્રાર્થના પ્રસ્તુત કરું છું. પ્રાર્થનાના શબ્દો અને સંગીત એટલું મધુર છે કે વારંવાર સાંભળવાનું મન થાય.
*
[આલ્બમ : પ્રાર્થનાપોથી , પ્રકાશક – સૂરમંદિર]
*
હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયુરનો કંઠ થવા સૂર દે …. હે મા શારદા
તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિ ર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં
જ્ઞાનદા, ભક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા
Very nice prayer. words and tune, both of them melodious.
સરસ. આ સાથે સ્વરકારનુ નામ આપો તો સારુ.
આ ઘણી સારી પ્રાર્થના છે. સ્કુલમાં હતા તે વખતે લાસ્ટ ટાઈમ સાંભળી હતી. બાળપણ યાદ આવે છે. પણ આપણે જાણીએ છીએ કે જીવનમાં મા-બાપનું સ્થાન કોઈ લઈ શકવાનું નથી. પણ તેટલું જ મહત્વ ગુરુજનનું પણ છે. આશા રાખીએ કે આવી રીતે વખતોવખત યુવાપેઢીને કે જે આપણી સંસ્કૃતિથી દુર થઈ રહી છે તેમને જીવનમાં ગુરુજનોના સ્થાનનું મહત્વ ખબર પડે. Good Going. Go Ahead…
It is very good prayer.I frequently listen this . I like it very much.
I wish I can know the singer’s name. Ashit Desai and Hema Desai can be recognised easily but is there any way to know who has sung. This prayer is very touchy.
આજે ગુરૂપુર્ણિમા, આપણા પૂજ્ય ગુરૂજનો, જેમણે આપણને જ્ઞાન આપ્યું તેવા શિક્ષકો, અધ્યાપકોને પ્રેમથી યાદ કરવાનો દિવસ. આવી રીતે પવિત્ર સ્મરણ કરાવતા રહેજો.
The wording and the voice are equally nice. It takes us to the old school days … singing prayer with schoolmates with eyes closed at the innocent age of 8-14 years.
ખુબ સરસ !!
આ પ્રાથના જોઈ ને બાળપણના દિવસો યાદ આવી જાય છે !!
વેલ ડન….કીપ ઇટ અપ !!