રામાયણમાં આવતો કેવટનો પ્રસંગ ખુબ જાણીતો છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા સાથે જ્યારે વનમાં જવા નીકળે છે ત્યારે માર્ગમાં ગંગા પાર કરવા માટે કેવટની નાવમાં બેસે છે. જેના ચરણના રજના સ્પર્શથી પથ્થરની શીલા અહલ્યા બની તેનાં ચરણો પોતાની નાવમાં પડે અને રખેને નાવ પણ નારી બની જાય તો આજીવિકાનું સાધન ચાલ્યું જાય એવી ચતુર દલીલ કરીને નાવમાં બેસતા પહેલાં પ્રભુ રામના ચરણો ધોવાની કેવટ વિનતી કરે છે. આ ભજનની ‘અભણ કેટલું યાદ રાખે જોને ભણેલા ભૂલી જાય’ … એ સુપ્રસિદ્ધ પંક્તિથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. કવિ કાગની વારંવાર સાંભળવી ગમે એવી આ અમર રચના માણો બે સ્વરમાં.
*
સ્વર – પાર્થિવ ગોહિલ
*
સ્વર – પ્રફુલ્લ દવે
*
પગ તમે ધોવા દ્યો રઘુરાયજી …
પ્રભુ મને શક પડ્યો મનમાંહ્ય, પગ મને ધોવા દ્યો
રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા,
ગુહ બોલ્યો ગમ ખાઈ… પગ મને.
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની,
આજીવિકા ટળી જાય … પગ મને.
જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે,
ભણેલ ભૂલી જાય ! … પગ મને.
આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી,
પગ પખાળી જાય … પગ મને.
નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું ‘તમે,
શું લેશો ઉતરાઈ’ … પગ મને.
નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,
ખારવો ઉતરાઈ … પગ મને.
-કવિ શ્રી દુલા ભાયા કાગ
સાવ સાચું દક્ષેશ અને મીતિક્ષા, માત્ર એક વિષયમાં નિષ્ણાત બનનાર પણ જીવનના ઘણા પાસાઓમાં
અજ્ઞાની કોઈ શકે છે…આ પંક્તિ હદયસ્પર્શી છે…
નાનપણમાં દાદીમા આ ભજન ગાતા ત્યારે ખુબજ ગમતુ ઘણાં વર્ષે જોવા મળ્યુ ખુબ ખુબ આભાર.
મને ખુબ ગમ્યું.
This song & your voice is extra ordinary.
– Rupesh, Bhavnagar
Beatiful song and wonderfully sung by shri Praful Dave.
Thanks Mitixaben.
I came across your site, i think your blog is awsome, keep us posting.
જય યોગેશ્વર. ખુબ ગમ્યું. દવે સાહેબ આપનો ખુબ ખુબ આભાર. મહાદેવ દેસાઇના આપને શુભ આશિષ.
I like very much this song but please tell me how to download this song for my collection or please send this song in mp3 style on my mail.
Thank you.
ashwi kotiya, Jamnagar
કેવટ પ્રસંગ
મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો….
ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઉતરવા, કેવટ મનમાં મુંઝારો…સીતાના સ્વામી…
મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પરથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો….સીતાના સ્વામી..
રાત વેળાએ કરતા લક્ષમણ, ન્રુપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એકજ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી…
રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તુટે ગરીબ નો ગુજારો…સીતાના સ્વામી…
શીદ ગંગાજળ શુધ્ધ ગણાતું, શીદ શુધ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી…
ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો….સીતાના સ્વામી…
આજ કિનારે બીજી ન નાવડી, અવર ઉતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગુ નહીં આપથી ઉતારો..સીતાના સ્વામી…
જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નાહિં ગંગ થી ગુજારો..સીતાના સ્વામી…
જળ ગંગાએ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહિં કરે નીર ઉધ્ધારો..સીતાના સ્વામી…
પ્રેમ પિછાણી રઘુવિર રીઝીયા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામ્રુત લઇ મેલ્યું મુખ માંહી, રોમે રોમ ઉજીયરો..સીતાના સ્વામી…
પરભવ કેરો કચ્છ કેવટ રીઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પુછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી…
આજ પ્રભુજી મને શું શું ન મળિયું, અનહદ કર્યાછે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક’દિ ઉતારો…….સીતાના સ્વામી……
આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી…
દીન “કેદાર”નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રીઝાવે, પામે એતો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી…
Have heard this Bhajan so many times. Feels like never to stop listening.
Nice website for lover of Gujarati literature and music. Good job.