મનહર ઉધાસના કંઠે શોભતી કૈલાશ પંડીતની એક સુંદર રચના. ખુબ સરળ સાદા શબ્દો પણ વારંવાર વાગોળવાનું મન થાય એવી કૃતિ. ખાસ કરીને છેલ્લી બે પંક્તિઓમાં એકલતાના દિવસો અને મૃત્યુની વાસ્તવિકતા ચોટ વાગે એવી રીતે રજૂ થઈ છે.
*
સ્વર – મનહર ઉધાસ
*
સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.
હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના
દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના
જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના
– કૈલાશ પંડીત
જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના
ખૂબ સરસ રચના
મનહરનાં સ્વરમાં મધુરી લાગે
આ દેશમાં આવીને પહેલી વાર આવું સંગીત સાંભળવા મળ્યું.
It is mind blowing for me to listen to this music by my favourite artist online, and new gazals.
Thanks very much for this. keep it up.
મનહર ઉધાસના નવા આલ્બમ ‘અક્ષર’માં ‘મરીઝ’ની એક આવા જ શબ્દોવાળી રચના છે.
“તને જોયા કરું છું પણ, મિલન મોકા નથી મળતા”
http://preetnageet.blogspot.com/2009/08/blog-post_08.html
વસમી વિદાયનો અવસર હોય ભલે તમને …. છે ઉગતા સુર્યને આવકારવાનો અવસર અમને.