ભક્તિનો મહિમા અનેક ગ્રંથોમાં ગવાયો છે. અહીં ગુજરાતી ભાષાના આદિકવિ એવા નરસિંહ મહેતા ભક્તિનો મહિમા પોતાની આગવી રીતે ગાઈ બતાવે છે. પૃથ્વીલોકમાં જ પ્રભુની ભક્તિ કરી શકાય છે. પુણ્યવાન આત્માઓ બ્રહ્મલોકમાં જાય છે પણ ત્યાં પુણ્ય પુરા થતા પાછાં તેમને પૃથ્વી પર આવવું પડે છે. સાચા ભક્તો એથી મુક્તિની કામના કરતા નથી પરંતુ પ્રભુની ભક્તિ, કીર્તન અને સેવાની કામના રાખે છે. સાંભળો આ સુંદર ભક્તિપદ બે અલગ સ્વરોમાં.
*
સ્વર – ઉદય મજમુદાર
*
*
ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે … ભુતલ
હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે … ભુતલ
ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે … ભુતલ
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે … ભુતલ
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે … ભુતલ
– નરસિંહ મહેતા
દક્ષેશભાઈ અને અમીબેન,
નરસિંહ મહેતાનું આ ભક્તિભાવ ભર્યું ભજન – પહેલી ક્લીપમાં ઉદય મજુમદારનું ગાયેલું છે અને બીજામાં ધરમશી રાજાનો સ્વર લાગે છે. આ ભજન પુરુષોત્તમ ઉપાધ્યાયે પણ ગયું છે.
રચના સાથે સ્વરકાર તથા ગાયક / ગાયીકા ના નામો આપો તો સારુ.
– દિનેશ પંડ્યા (મુંબઈ)
First one is for posh, second one is for all. Enjoyed both.
જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ અને અમીબેન્,
સાવ સાચી વાત તો એ છે કે જો માનવ ને જરૂર સમયે મદદ કરે સર્વ પ્રત્યે સમભાવ રાખે તે પ્રભુ ભક્તિ જ છે અને તેનો આનંદ સ્વર્ગના સુખથી કમ નથી.એટલે જનસેવા એ જ પ્રભુસેવા.
pls visit my blog and comment too if u want.
http://drmanwish.wordpress.com
http://sulabhgurjari.com/