ગુજરાતની ધરતીને વરસાદે વ્હાલથી નવડાવી દીધી એ સાંભળીને વરસતા વરસાદમાં પલળવાના ને ફરજિયાત ન્હાવાના દિવસો યાદ આવી ગયાં. વરસાદમાં ન્હાતાં પ્રેમભીના હૈયાને કોઈકના આવવાનો ઈંતજાર હોય છે અને એ નહીં આવે એવી ખબર પડતાં .. વરસતા વરસાદે પણ દિલમાં આગ લાગી જાય. સરળ સીધા શબ્દોથી સુંદર ભાવોની અભિવ્યક્તિને સાંભળો અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસના કંઠે.
*
[આલ્બમ: આભૂષણ, સ્વર- અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસ]
*
એ નહીં આવે કદી વરસાદમાં
આગ લાગી ગઈ સખી વરસાદમાં.
કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.
એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.
છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં.
– અદી મિરઝા
( * તગઝ્ઝુલ – ગઝલનો રંગ )
વેદનાનાં વમળમાં અટવાતી કરુ પ્રતિક્ષા તમારી; રાત ડુબી તારા ગણતાં કરું પ્રતિક્ષા તમારી… વેદના ભારોભાર છલકાય છે.
ખૂબ સરસ
ખરીદ કરવાની વાત એકદમ સાચી. આ રીતે સાંભળેલા ગીતો ઝપાટાબંધ ખરીદી માટે મદદરુપ થાય છે.
દર્શનભાઈ,
ફુલને ડાળી પર સુંઘવામાં જે મઝા છે તે ફ્લાવર વાઝમાં ગોઠવવામાં નથી. સમજી ગયા ને ? જો આપને આ ગઝલ ગમી હોય તો આપ અવશ્ય આભૂષણ આલ્બમ ખરીદો અને સાંભળો. આ સાઈટ પર ડાઉનલોડ કરવાની કોઈ વ્યવસ્થા કરી શકાય તેમ નથી. અહીં રજૂ થતા દરેક ગીતો માતૃભાષાના પ્રસાર માટે છે. એને પ્રોત્સાહન આપવાની સાચી રીત આપણે માટે જે સુંદર ગીતો ગાય છે તેમની કેસેટ કે સીડી ખરીદવાની છે. તેમને એ રીતે બિરદાવીએ એમાં જ આપણું અને માતૃભાષાનું ગૌરવ છે. અને હા, તમને જ્યારે પણ ગીતો સાંભળવાનું મન થાય ત્યારે તમે આ વેબસાઈટની મુલાકાત લઈ જ શકો છો. એ માટે આમંત્રણ આપવાનું હોય ખરું ?
It is such a nice gazal … She has such a sweet voice…
I have one good suggestion that you should allow us to download these kind of gazals because it might be possible that we don’t have it in our collection…