આજે એક સુંદર પ્રાર્થનાગીત. નાનાં હતાં ત્યારથી આ પ્રાર્થનાના શબ્દો કાનમાં ગૂંજતા થયેલા અને હજુ આજેય એ એટલા જ મધુરા લાગે છે. ગુજરાતી પ્રાર્થનાગીતોમાં અદકું સ્થાન ધરાવતી હરિહર ભટ્ટની આ રચનાને આજે સાંભળો.
*
આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર
*
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
– હરિહર ભટ્ટ
નાનપણથી ગાતા હતા તે ભજન હજુ પણ એટલું જ ભાવવાહી લાગે છે
“વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી” – આજની આ વૈશ્વિક અસ્થિરતાના સમયમાં આ પ્રાર્થના સૌને બળ આપે તેવી છે. ધન્યવાદ.
સુંદર પ્રાર્થનાગીત અને બાળકની સુંદર નિર્દોષ ભાવાકૃતિ ! અભિનંદન !
During Primary schooling our teacher used to sing this prayer every Saturday. Thanks for reminding me of my childhood
બહુ જ સરસ પ્રાર્થના.
This song is excellent & beautiful. i love it very very much.
ખુદકો કર બુલંદ ઈતના કે ખુદા બંદે સે પુછે, બતા તેરી રઝા ક્યા હે?
આ ભાવના સાથેની આ રચનાના કવિનું નામ મને ખબર નથી.
“મહામનુ માગે શુ ચિનગારી, તુજ અનલ અવતારી”
આ ગીત આશીત દેસાઈ ના સંગીતંમા ચંદુ મટાણી અને સાથીઓએ ગાયુ છે.
તમે આ ગીત જો મુકી શકો તો સારુ.
We want to listen a KRISHNA GEET..”ફુલ કહે ભમરાને ભમરો ક્યાંય નથી ઉપવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં” Sung by SHREE HARISH BHATT…only…Please try to get the same….JAY SHREE KRISHNA… RANJIT VED. please help….thank you
કાવ્ય ખૂબ જ સુંદર છે.
🙂 😉 :).