Press "Enter" to skip to content

સર્જકોને સલામ

ગીત, ગઝલ, કવિતાનો વિશેષ શોખ હોવાથી મારા મનપસંદ સર્જનોને મેં અન્ય સાહિત્યપ્રેમીઓ સાથે અહીં વહેંચવાની કોશિશ કરી છે. મને જેટલી માહિતી છે એટલી ચોકસાઈથી દરેક સર્જકોના સર્જનને પુરતી ગરિમાથી, ભાષાની અશુદ્ધિ વગર અને સર્જકના નામ તથા જો સ્વર હોય તો સ્વરકારના નામ સાથે મુકવાની કોશિશ કરી છે. એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે ગીતો ડાઉનલોડ ન થાય પરંતુ માત્ર સાંભળી શકાય. હું માનું છું કે એમાં કોઈને અજુગતું નહીં લાગે. તે છતાં, કોઈ જગ્યાએ, કોઈ કારણથી, જાણ્યે-અજાણ્યે કોઈના કોપીરાઈટનો ભંગ થયેલો જણાય, તો મને તુરત જાણ કરશો [ E-mail : admin at mitixa dot com ] તો એને બનતી ત્વરાએ સુધારવાનો કે દૂર કરવાનો પ્રયાસ કરીશ.

ઘણા મિત્રો અહીં રજૂ થયેલ ગીતો કે ગઝલોના ઓડિયો ડાઉનલોડ માટે વિનંતી કરે છે. તેમને મારે કહેવું છે કે ફુલને ડાળી પર સુંઘવામાં જે મઝા છે તે ફ્લાવર વાઝમાં ગોઠવવામાં નથી. સમજી ગયા ને ? જો આપને ગીત કે ગઝલો ગમી હોય તો આપ અવશ્ય જે તે આલ્બમ ખરીદો અને સાંભળો. આ સાઈટ પર ડાઉનલોડ કરવાની કોઈ વ્યવસ્થા નથી. અહીં રજૂ થતા દરેક ગીતો માતૃભાષાના પ્રસાર માટે છે. એને પ્રોત્સાહન આપવાની સાચી રીત આપણે માટે જે સુંદર ગીતો ગાય છે તેમની કેસેટ કે સીડી ખરીદવાની છે. તેમને એ રીતે બિરદાવીએ એમાં જ આપણું અને માતૃભાષાનું ગૌરવ છે.

હા, તમને જ્યારે પણ ગીતો સાંભળવાનું મન થાય ત્યારે તમે આ વેબસાઈટની મુલાકાત લઈ જ શકો છો. એ માટે આમંત્રણ આપવાનું હોય ખરું ? એ તો ચોવીસે કલાક આપની સેવામાં ઉપલબ્ધ છે.

વિશેષ નોંધ

આ વેબસાઈટ પર રજૂ થયેલ ‘ચાતક’ કે ‘દક્ષેશ કોન્ટ્રાકટર’ના નામની બધી રચનાઓ એમનું મૌલિક સર્જન હોવાથી એના પર એમનો કોપીરાઈટ છે. પરવાનગી વગર કોઈપણ કોમર્શિયલ હેતુઓ માટે એની પ્રસિદ્ધિ એ કોપીરાઈટનો ભંગ છે. અન્ય બ્લોગરો તથા નિજાનંદ હેતુએ, આર્થિક લાભ વગર કોઈપણ વેબસાઈટ પર એમની રચનાઓ કોઈ મુકવા ઈચ્છે તો તેમનું હાર્દિક સ્વાગત છે પરંતુ એ માટે આટલું કરવું જરૂરી છે .

 1. રચનાઓમાં કોઈ પણ પ્રકારની તોડ-મરોડ એટલે કે શબ્દોને બદલવા નહીં. ટુંકમાં રચનાને જેવી છે તેવી રીતે રજૂ કરવી.
 2. રચનાને અંતે સર્જક તરીકે એમના નામનો ઉલ્લેખ હોવો આવશ્યક છે. (દા.ત. – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’)
 3. રચના સાથે આ વેબસાઈટની અથવા તો જે તે પોસ્ટની લીંક મૂકવી. આપ (સૌજન્ય – મીતિક્ષા.કોમ) કે (સાભાર – મીતિક્ષા.કોમ) લખી એને લીંક કરી શકો છો.
 4. શક્ય હોય તો એમને admin (at) mitixa.com પર ઈમેઈલ મોકલી જાણ કરશો.

————————

NOTE

All audio, video, literature and photograph (hereafter referred to as material) on this site is presented with a sole purpose of promoting Gujarati literature and Gujarati Music.  We do NOT have any commercial motive behind it.

All material on this website is property of respected artists/authors/photographers (except those that are written, recorded or photographed by us). Presentation on this site is in no way a claim of copyright for their original work.  If you love what is presented on this site, you are highly encouraged to purchase respective book, audio or CD, and support respective artists.

The audio tracks are presented here in such a way that you can not download it, but if you download, record or reproduce them in any way from this site, you are responsible for copyright violation.

If material presented on this site violate copyright of any artist, publishing or recording company in any way, let us know and we will remove them as soon as possible.

Long live Gujarat ! Long live Gujarati !

COPYRIGHT

All posts / Geet / Gazals written by “Daxesh Contractor – Chatak” displayed on this website are Daxeshbhai’s creation and are copyright by him. Republication of his writings for commercial purpose without his express written permission is prohibited and is violation of copyright laws.

Only Bloggers (who do not generate revenue by advertising or other means), and non-profit sites promoting Gujarati literature are more than welcome to publish his works provided it meet with following conditions –

 1. Writings MUST be original & without any modification, which means that it is published as it is without any addition, deletion or changes.
 2. Credit MUST be given to the author (- Daxesh Contractor “Chatak”)
 3. If possible, put link to that particular post or to this website with (Courtesy – mitixa.com) or (Taken from www.mitixa.com)
 4. If possible, let him know by sending an e-mail : admin (at) mitixa.com

One Comment

 1. KAPIL SATANI
  KAPIL SATANI August 9, 2020

  ખૂબ જ સુંદર બ્લોગ.
  ખૂબ ખૂબ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.