દુનિયામાં સૌથી વિશુદ્ધ પ્રેમ મા અને બાળકનો ગણાયો છે. પોતાના વ્હાલસોયા બાળકને સુવાડવા માટે મા જે હાલરડાં ગાય છે તેનો જોટો જડવો મુશ્કેલ છે. આજે માણો કૈલાશ પંડિતની એક અણમોલ રચના જેને મનહર ઉધાસનો કંઠ સાંપડ્યો છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે … દીકરો મારો
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે … દીકરો મારો
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે … દીકરો મારો
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે… દીકરો મારો
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે … દીકરો મારો
– કૈલાસ પંડિત
ખુબ જ કર્ણપ્રિય રચના રજુ કરવા બદલ મિતિક્ષા તથા દક્ષેશનો આભાર. પ્રિયતમ ઉપરાંત બહુ ઓછા સબંધો વિષે રચનાઓ છે…
આ તંમારી રચના મને ખુબ ગમી.
મને પણ ખુબ ગમે.
ખૂબ સરસ આ ગીત સાંભળીને મારા રૂંવાડા ઊભા થઈ ગયા. ફરી ફરી સાંભળવું ગમે તેવું ખૂબ જ સુંદર ભાવવાહી ગીત.
ખૂબ ખૂબ આભાર.
આશિષ
મને આ ગીત ખુબ ગમે.
સરસ ગીત………. દિલ ડોલાવી દે તેવું ગીત.
ખરેખર આ ગીત સાભળી બાળપણમાં ખોવાઈ જવાય છે.
મને તો ખુબ જ ગમ્યું આંખે આંસુ આવી જાય એટલી સુંદર પંક્તિઓ છે અને પાછો સુર પણ મસ્ત છે .
I have no words to explain. very emossional but i would like to request you how i can download ?
Again Thanks.
બહુ સુન્દર રચના. પિતાનો પ્રેમ- હેત વરસાવતુ !!!!!!!! ખુબ સુન્દર.
મા ને આ બાપે ગાયેલું દિકરાનું હાલરડું વિશે શું કહું ? વાહ !
બહુ સુન્દર રચના. પિતાનો પ્રેમ- હેત વરસાવતુ !!!!!!!! ખુબ સુન્દર
પહેલી જ વાર પિતાની લાગણી વ્યકત કરતું ગીત સાંભળવા મળ્યું. આભાર.