પ્રિય વ્યક્તિનો વિયોગ સાલે તે સ્વાભાવિક છે પરંતુ કેટલીક વાર નીકટ રહેવાથી નીપજતી પરિસ્થિતિ એટલી કરુણ અને દર્દનાક હોય છે કે આપણને એમ થાય કે એના કરતા તો દૂર રહેલા સારા. યાદ આવે છે પેલી પ્રસિદ્ધ પંક્તિઓ …
સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
આ જ ભાવોને મૂર્ત કરતી જવાહર બક્ષીની મને ખુબ ગમતી રચના એટલા જ સુંદર સ્વરાંકનમાં.
*
સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ
*
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.
જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.
મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.
આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
– જવાહર બક્ષી
ઑડિયો ક્વોલિટી બરાબર નથી. સુધારી શકો તો આભાર. ગઝલ ખૂબ સરસ છે.
[Audio quality is fine. So far no complains except you. so pl. check at your end. – admin]
મારે ત્યાં તમારી સાઈટ પરની બીજી બધી પોસ્ટ બરાબર સંભળાય છે. માત્ર આ એકમાં જ અવાજ તરડાય છે.
[પ્રીતેશભાઈ, રસક્ષતિ બદલ ક્ષમા. પણ ઓડિયો બરાબર છે એટલે બીજું કંઈ કરી શકાય એમ નથી.]
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
આ જ ભાવોને મૂર્ત કરતી રચના બહુ સરસ છે.
શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.
તમને ગમતુ અમને પણ ગમતું થઇ જાય એવી છે.
Very nice gazal with aalap