જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં.
*
સ્વર- હંસા દવે, આલ્બમ – તારા શહેરમાં
*
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે
દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે
એકાંત, મૌન, શૂન્યતા, અંધારુ કે સ્વયં ?
આ કોના ડરથી જોરથી વાતો કરાય છે?
અસ્પષ્ટતાને જોઈને તું જ પાસ આવ
મારો અવાજ શાહીમાં ખરડાય જાય છે
– જવાહર બક્ષી
Thanks a lot for these ghazals….I was hunting Tara virah ma….
Please guide if I can download the same
ધન્યવાદ દક્ષેશભાઈ, મિતાક્ષીબહેન… આજે આકસ્મિક રીતે પહેલી જ વાર બ્લોગની મુલાકાત લેવાનું બન્યું. તાકિદના એક કામ માટે ખાંખાખોળા કરવાના હતા, તો પણ બ્લોગથી એટલો પ્રભાવિત થયો કે લગભગ બધું જ જોઈ ગયો. હવે નિરાંતે ફરીથી આવીશ. તમારી ગઝલો ગમી. સૂર અને શબ્દ માટે અહીં ધખાવેલી ધૂણી અખંડ પ્રજ્વલિત રહે એવી શુભકામના.
ધૈવતભાઈ,
તમને બ્લોગ ગમ્યો એનો આનંદ.
દક્ષેશભાઈ,
તમે મારાં બ્લોગમાં આવ્યાં અને તમારો પ્રભાવશાળી પ્રતિભાવ આપ્યો એ બદલ તમારો આભાર. હૈયાવરાળ ક્યારેક શબ્દો બની જાય છે.તમારી વાતમાં તથ્ય પણ છે અને મને ફરી ઉઠવાની શક્તિ પણ આપી છે. પણ ક્યાં સુધી ફરી પડવાનૂ તો છે જ!
આભાર.
સપના
દક્ષેશભાઈ,
ખૂબ સરસ ગઝલ.સવારના પહોરમાં વાંચી. દિવસ સારો જશે.
આભાર
સુંદર ગાયિકી અને રચના. આભાર.. દક્ષેશની પ્રતિક્ષા છે….