પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી આદિલ મન્સૂરીની રચના.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ
*
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.
મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગતે,
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
કેટલું સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.
– આદિલ મન્સુરી
કેટલું સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા….
સરસ વાત કરી છે!
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
વાહ્
ખુબ જ સુન્દર લખ્યુ……….આલાપ પણ ખુબ જ સરસ …….
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.
આ રચના અદી મિર્ઝા ની નથી???.