Press "Enter" to skip to content

પ્રિયતમ, તને મારા સમ


મિત્રો, આજે મુકુલ ચોકસી રચિત એક સુંદર પદ નૂતન અને મેહુલ સુરતીના સ્વરમાં સાંભળીએ.
*
સંગીત: મેહુલ સુરતી

*
પ્રિયતમ… મારા પ્રિયતમ…
તું ક્યાં છે કહે, તને મારા સમ…

હૈયાથી હોઠોના રસ્તા પર
અટકીને ઊભી છે આ સફર
ચાલે નહીં, આગળ કદમ
તું ક્યાં છે કહે, તને મારા સમ…

ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ
મુરલીમાં લલચાણી રે
આભમાં ઝીણી વીજળી ઝબૂકે
મનમાં તારી યાદ રે
ભીના ભીના શમણાઓ જાગે
હોઠે તારું વાદ્ય રે
ઓ રે કાનુડા.. તોરી ગોવાલણ

મારી આજ તું, મારી કાલ તું
મારો પ્રેમ તું, મારું વ્હાલ તું
જેનો ટેકો લઇને હું બેઠી છું
એ જરા ઝુકેલી દિવાલ તું
તું અંત છે, તું છે પ્રથમ
તું ક્યાં છે કહે, તને મારા સમ… પ્રિયતમ

– મુકુલ ચોક્સી

3 Comments

  1. ઘણું સરસ ગીત અને તેવી જ સુંદર સ્વરબધ્ધતા. મારા મોબાઇલમાં શ્રીમતીજીના રીંગટોન માં આ ગીત રાખ્યું છે!

  2. Dilip
    Dilip March 30, 2009

    ખુબ જ અદભુત કંપોજીશન અને રચના. ઉત્તમ….

  3. Ushma Y. Acharya
    Ushma Y. Acharya June 1, 2010

    ખુબ જ સુન્દર રચના.. વારંવાર માણવી ગમે તેવી સ્વર રચના છે..
    મારે આ રચના download કરવી હોય તો શી રીતે કરવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.