સૌ વાચકોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત 2065નું નવું વર્ષ સૌને સર્વપ્રકારે શુભદાયી અને ફળદાયી નીવડે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આજે નવા વર્ષ નિમિત્તે સાંભળો મુનિ ચિત્રભાનુએ લખેલ સુંદર પ્રાર્થના બે અલગ અલગ સ્વરોમાં.
*
સ્વર- મુકેશ
*
આલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક- સૂરમંદિર
*
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું
– મુનિ શ્રી ચિત્રભાનુ
[…] ———- આભાર – મિતિક્ષા.કોમ […]
અતિ સુંદર ભાવ ગીત – હૃદયસ્પર્શી. શ્રી ચન્દ્રભાનુજીને પ્રણામ.
આ પ્રાર્થના મને ખુબ જ ગમે છે. ઘણાં દિવસ પછી સાંભળવા મળી. આપને ખુબ જ ધન્યવાદ. આપને ચાલીસાનો ઉમેરો કરવા વિનંતી છે.
ખુબજ સરસ ગીત… જૈન સોશ્યલગ્રુપનું ગીત અને અમારું જીવનગીત ……!!!!!!
My favourite song. whenever i heard this song i feel relax.
This stavan is really nice stavan. When I heard this stavan, I feel too much peace.
મને આ ગીત ખુબ ગમે છે. મારા સ્કુલ મા આ ગીત વાગે ત્યારે મને ખુબ ગમે છે.
એકાંતનો સાથી. કલ્પના બહારની સગવડ. મને ખુશી થઇ.
When i listing this songs… My heart crying……..
We love this prayer. Heart touching prayer. From this prayer, increase Unity.
Very impressive website, now please add, Kathiyawadi, Kachhi sahitya to bring in variety, Saurashtra, from different part of the state, I am from Poona Maharasthra and have appriciate good gujrati web site so much. I did found one Ganesh aarati in Lataji swar.
Reminds of my school days @ C N Vidyalaya, Amdawad.
Splendid. I want one Kutchhi Geet “MUJI MATRU BHUMIKE SALAM”. Can you make it available ?
દરેકના હૃદયમાં આ પવિત્ર ઝરણું વહેતું હોય તો આ દુનિયાજ અલગ હોત……
હર એક જૈન ને ગમતું હૃદયમાં રમતું આ પવિત્ર ગીત. મારા બચપનનું યાદગાર..
મુકેશના અવાજમાં આ સુન્દર ગીત (સ્તવન) ઘણા સમય પછી સાંભળીને ખુબ આનંદ થયો. આવા બીજા સ્તવન મુકવા નમ્ર વિનંતી. આભાર.
મધુર રીતે ગવાયલી સંતવાણી
આનંદ
Really nicely drafted message on this festive ocassion!! Happy Deepawali!!