*
સ્વર – હંસા દવે
*
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
– નરસિંહ મહેતા
બહુ જ સરસ…નરસિંહ મહેતા જેવા ભક્તની રચના…
ખુબ જ અલ્હાદક
આ ભજન બહુ સારુ. ગમ્યું આવે એવું. સરસ.
સરસ .. સરસ સરસ. આવું ભજન સાંભળવા મલ્યું. આપનો આભાર.
– રાજેન્દ્ર ત્રિવેદી
Excellent and thanks for serving such a beautiful track. Keep it up…
ખુબ જ સુંદર ગાયેલુ અને શબ્દ રચના પણ ખુબ જ સુંદર છે.
jsk. bcoz of such people like you, our great gujju language is live.
thanx a lot for keeping all the tracks in Gujarati.
મારુ ગમતું ભજન છે.
મારા બા-દાદા વર્ષો સુધી આ પદ રોજ સવારની આરતી રુપે સાંભળતા અને અમને સંભળાવતા તેની મીઠી યાદે આપે મને ઝંકૃત કરી દીધો. આભાર.
hi,
Sundar………ati sunadar
visit :http://www.sanjayoscar.wordpress.com
-Sanjay Nimavat