Press "Enter" to skip to content

હું રસ્તે રઝળતી વાર્તા


જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા મંગેશકરના કંઠે અવિનાશભાઈનું એક વધુ અમર સર્જન.
*
ફિલ્મ – મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦), સ્વર- લતા મંગેશકર

*
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા,
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા … હું રસ્તે રઝળતી

હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
હું શકુંતલા છું દુષ્યંતની પળમાં વિખરાયેલી
હું સતી અહલ્યા …
સતી અહલ્યા થઈને શલ્યા વન વેરાન પડેલી
હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી
આ ભેદ-ભરમથી ભરપૂર નયના જીવતાં આંસુ સારતાં …. હું રસ્તે રઝળતી

જગ સંબોધે ‘જગદંબા’ કહી કોઈ નથી પૂજારી
અરે! પૂજારીના પહેરવેશમાં જોયા મેં શિકારી
ટગર-ટગર શું જુઓ છો હું સર્જનની કરનારી
આજ મૂર્તિમંત વિસર્જન થઈને માંગું ભીખ ભિખારી
હું સવાલ છું, હું જવાબ છું, જેને કોઈ નથી વિચારતા … હું રસ્તે રઝળતી

– અવિનાશ વ્યાસ

7 Comments

  1. Pancham Shukla
    Pancham Shukla December 20, 2009

    ધારદાર અને દર્દીલું ગીત.

  2. Tadrash
    Tadrash December 26, 2009

    ખૂબ જ સુંદર ગીત છે. આ ગીત માત્ર સાંભળવાથી નથી ચાલવાનું. આ ગીતની પ્રત્યેક પંક્તિ પર વિચાર કરવા જેવો છે. ઇતિહાસ સાથે વણી લેતું આ ગીત આપણા આખા સમાજ ને તેમના દુષ્કૃત્યો તરફ નજર નાખવાં પ્રેરે છે. અદભૂત…..

  3. ખૂબજ સરસ પસંદગી. વિચારતા કરી મૂકે એવું ગીત. સાથે સાથે ૧૯૬૦ ની યાદ પણ આવી ગઈ. આભાર .

  4. Tadrash Shah
    Tadrash Shah January 1, 2010

    This is my second comment on this same song.
    I just wanted to remind all the appreciators that there was a song by Sahir Ludhiyanvi, which bore the words
    “Aurat Ne Janam Diya Mardo Ko, Mardo Ne Use Bazar Diya”
    औरतने जनम दिया मर्दो को, मर्दोने उसे बाजार दिया (Movie : Sadhana)
    A worth listening if not listened. The ideas are same and if you are pindering over this song, the other song must be listened..

  5. Babu Patel
    Babu Patel January 11, 2010

    nice and innovative site. the song by avinashbhai is super.

  6. Kireet Desai
    Kireet Desai March 17, 2010

    મારા મન એકાન્તનો સાથી મલ્યો. વખાણ કરવા શબ્દો મળતા નથી.

  7. મનસુખલાલ ગાંધી
    મનસુખલાલ ગાંધી January 11, 2017

    બહુ સુંદર ગીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.