પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન.
*
સંગીત: અમિત ઠક્કર, સ્વર: ગાર્ગી વ્હોરા, આલ્બમ- વિદેશિની
*
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળી પર ઝૂલતી’તી
ડાળી ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
– પન્ના નાયક (સાભાર – pannanaik.com)
પોસ્ટ વાંચી…..ગમી…..પણ સાંભળી શક્યો નહી….
સરસ રચના !
DR. Chandravadan Mistry ( Chandrapukar )
Mitixa,…it’s nice of you to publish Panna’s Rachana.
સરસ ગીત. સંગીત અને સ્વર પણ મધુર.
આ ગીત બીજી વાર વાચ્યુ તો ગાયન લાગ્યુ!
આમ જોવા જાઓ તો એ ગીત ને સાંકેતિક દ્રષ્ટીએ જોઈ શકાય એવું છે..
સુંદર અને સુમધુર પણ .. આભાર.
સ્નેહ અને શબ્દોનો સુગમ શણગાર…
અદભુત.