મિત્રો આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે મારું એક સ્વરચિત ગીત પ્રસ્તુત કરું છું. એ સમર્પિત છે એવા તમામ પ્રેમીઓને જે પોતાના પ્રિય પાત્રોથી દુર છે, નારાજ છે, વિખુટાં પડેલા છે.
આંખ આંસુથી ભરેલી છે છતાં સ્મિત કરવાની આશ રાખું છું !
જિંદગી જખ્મો ભરેલી છે છતાં પ્રીત કરવાની આશ રાખું છું !
તમે ચાલી ગયા રિસાઈને એ યાદ છે અમને,
પછી કેવી રીતે વીતી, ખબર છે, રાત એ તમને?
લાગણી કૈં બેજુબાની છે છતાં વ્યક્ત કરવાની આશ રાખું છું !
જુઓ શું હાલ છે મારા હૃદયના અહીં તમારા વિણ,
તમારી સંગ એ વાતો કરે છે અહીં તમારા વિણ,
ભીંત સઘળીયે તૂટેલી છે છતાં મ્હેલ ચણવાની આશ રાખું છું !
વિરહની એક પળ કેવી વીતે છે, કહી નથી શકતો,
સમયના તીર વાગે છે ને હું એ સહી નથી શકતો,
આગ અહીં ચારે તરફ છે છતાં હિમ ખરવાની આશ રાખું છું !
મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,
વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,
બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !
તમે કોઈ દિવસ ખખડાવશો મારા હૃદય-દ્વારો,
ફરીથી સાંધશો તૂટી ગયા છે જે મધુર તારો,
વાંઝણી આશા મિલનની છે છતાં રોજ મળવાની આશ રાખું છું !
ભરીને શ્વાસમાં દરિયો તમે મુજ રણ ઉપર વરસો,
જુઓ છો રાહ શાની આજ તો ચાતક ઉપર તરસો,
ચોતરફ કૈં ઝાંઝવાઓ છે છતાં એને છળવાની આશ રાખું છું !
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
નોંધ – આ ગીતની પ્રેરણા 2002માં રજૂ થયેલ ફિલ્મ-તુમસે અચ્છા કૌન હૈ-ના ગીતમાંથી મળેલી. આ ગીતનો ઢાળ એના પર આધારિત છે તથા મુખડાની પંક્તિઓના શબ્દ એને મળતા આવે છે. તે સિવાયની સંપૂર્ણ રચના મૌલિક છે. વાચકોની સ્પષ્ટતા અને સંદર્ભ માટે એ ગીત પણ અહીં રજૂ કરું છું.
સ્વર- કુમાર સાનુ
*
સ્વર- અલકા યાજ્ઞિક
Wahhh.. Superb..
જુઓ શું હાલ છે મારા હૃદયના અહીં તમારા વિણ,
તમારી સંગ એ વાતો કરે છે અહીં તમારા વિણ,
ભીંત સઘળીયે તૂટેલી છે છતાં મ્હેલ ચણવાની આશ રાખું છું !
વિરહની એક પળ કેવી વીતે છે, કહી નથી શકતો,
સમયના તીર વાગે છે ને હું એ સહી નથી શકતો,
આગ અહીં ચારે તરફ છે છતાં હિમ ખરવાની આશ રાખું છું !
It is really wonderful.
તમે કોઈ દિવસ ખખડાવશો મારા હૃદય-દ્વારો,
ફરીથી સાંધશો તૂટી ગયા છે જે મધુર તારો,
વાંઝણી આશા મિલનની છે છતાં રોજ મળવાની આશ રાખું છું !
ખુબ જ સરસ… પ્રેમમા આશાઓ અપાર છે, કારણ સાચો પ્રેમ ક્યારેય નથી વિસરાતો, ર્વિશ્વાસ એ જ પ્રેમનુ બીજુ નામ છે.
સરસ ગીત. સાથે ઢાળ આપ્યો એ ગમ્યું. તમે પોતે પણ એ ઢાળમાં ગાઈ મૂકી શકો તો ઓર મઝા પડે.
તમે ચાલી ગયા રિસાઈને એ યાદ છે અમને,
પછી કેવી રીતે વીતી, ખબર છે, રાત એ તમને?
લાગણી કૈં બેજુબાની છે છતાં વ્યક્ત કરવાની આશ રાખું છું !
બહુ સરસ મજા આવી ગઈ. ખુબ ખુબ આભાર. પ્રેમી જનો માટે બહુ સરસ.
મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,
વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,
બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !
ખુબ સુંદર મુસલસલ વિરહનું ગીત..
તુરત ખ્યાલ આવી જાય જે ફિલ્મનું છે પણ મૌલિક્તા મહત્વની છે..
સાચે જ પ્રેમ એ મુકદ્દરની વાત છે.
સુન્દર પ્રણય ભાવ ..!!!
ચોતરફ કૈં ઝાંઝવાઓ છે છતાં એને છળવાની આશ રાખું છું !
ખૂબ સરસ !
ગીત ખૂબ જ સુંદર થયું છે.
અભિનંદન !
મુકદ્દરમાં હશે મળવું તો એ ટાળી નહીં શકશો,
વચન છોને દીધું હો એ તમે પાળી નહીં શકશો,
બેડીઓ પગમાં જડેલી છે છતાં આભ અડવાની આશ રાખું છું !
ખુબ જ સરસ.. પણ મુકદ્દર કરતા તો પ્રેમ બધુ જ ખેચી લાવે છે.