કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.
*
સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ- હસ્તાક્ષર
*
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું
– માધવ રામાનુજ
કેટલું સરસ. ઘણા વખતે ગુજરાતી ગીત સાંભળ્યું. ફરી ફરી આભાર.
બહુ જ સુન્દર ગીત !!!
ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું ..
હૃદયની લાગણીને શ્રી માધવ રામાનુજે સુંદર રીતે છલકાવી દીધી.
– રમેશ પટેલ(આકાશદીપ)
‘ત્રિપથગા ‘કાવ્ય સંગ્રહનું લોકાર્પણ. Pl find time to visit and comment સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit.
With regards
– Ramesh Patel
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
સુંદર.. ગીત મધુર સાજ અને આવાઝમાં માધવ રામાનુજનું એવુ રે અજાણ્યું સગપણ સાંભર્યુ અતિવ આનંદ થયો.