સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં.
*
*
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.
રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.
ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ.
– માધવ રામાનુજ
ખુબ જ વ્યાપક રચના અમારા એક સમયના પ્રોફેસરની..રજુ કરવા બદલ મીતિક્ષાને તેની સાહિત્યપ્રિતી બદલ અભિનંદન.ભુપેન્દ્ર અને મિતાલિના સ્વરમાં સ્વરાક્ન ,સંગીત પણ ખુબ ગમ્યું…
પછી તો તેમને બીજા લગ્ન ને…થોડા સમયે તેમની યુવાનપુત્રીની દારુણ આત્મહત્યા.અકલ્પનીય ! રહસ્યમય…
હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ !
ગુજરાતી ભાષાનું એક અનમોલ ગીત ! ખરેખર ગમતાનો ગુલાલ. શબ્દમાં કેવી રીતે પ્રગટ કરી શકું!
અત્યન્ત હૃદય સ્પર્શી…. ખુબ સુન્દર કાવ્ય રચના પ્રસ્તુત કરવા બદલ આપનો આભાર…
વાહ! પાસપાસે તોય…માધવ રામાનુજ