Press "Enter" to skip to content

પ્રિય પપ્પા … તમારા વગર


માતાના મહિમા વિશે કવિઓએ લખવામાં પાછું વાળીને જોયું નથી પરંતુ પિતા કે પપ્પા માટે કદાચ એટલું નથી લખાયું. પિતાના ચાલ્યા ગયા પછી પુત્રીને કેવી ખોટ અનુભવાતી હશે, પિતાનું દરિયા સમ વ્હાલ પામીને વ્હાલનો દરિયો બનેલ પુત્રી કેવો ખાલીપો અનુભવતી હશે, તે ભાવજગતની ઝાંખી કરાવતું આ ગીત અગણિત વાર સાંભળ્યું છે, પરંતુ દરેક વખતે પાંપણો ભીંજાય જાય છે.. પિતાપ્રેમને અભિવ્યક્ત કરતું આ સુંદર ગીત માણો એટલા જ હૃદયસ્પર્શી અને ઉર્મીશીલ સ્વરમાં.
*
સ્વર: નયના ભટ્ટ; સંગીત: મેહુલ સુરતી

*
પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છે કે ગયા ઉમ્રભર

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

– મુકુલ ચોકસી

54 Comments

  1. Abhishek Patel
    Abhishek Patel July 4, 2015

    It’s a very superb song..(._.)(._.)(._.)(._.)(^_^)

  2. Vinubhai patel
    Vinubhai patel December 13, 2014

    Nice song.

  3. Vandeeta
    Vandeeta January 25, 2014

    અવાજ ની સાથે અદભુત સ્વર … આ હા હા… રોમ રોમ પુલકિત થઇ ગયું. સુંદર, અતિ સુંદર.

  4. Shreyas Shah
    Shreyas Shah April 9, 2013

    હું તો એટલું જ કહીશ કે તમારા પિતા શબ્દદેહે હંમેશા તમારી સાથે જ છે.

  5. Rajesh S Maniar
    Rajesh S Maniar December 7, 2012

    ખરેખર બહુ જ સુન્દર અને હ્રદય સ્પર્શિ કાવ્ય

  6. Devendrasinh
    Devendrasinh October 5, 2012

    ખુબ સરસ છે. આ ગીત મને ખુબ જ ગમ્યું.

  7. Dienshbhai Darji
    Dienshbhai Darji October 4, 2012

    ‘મા’ને સૌ માનતું ને બાપને ન જાણતું .. બાપની લાગણીઓને જાણજો રે લોલ……

  8. Keval Mandaliya
    Keval Mandaliya August 8, 2012

    ‘મા’ને સૌ માનતું ને બાપને ન જાણતું .. બાપની લાગણીઓને જાણજો રે લોલ……

  9. Yagnesh Bhatt
    Yagnesh Bhatt July 25, 2012

    i lost my father just before 4 months, & i really cry for a long to hear this song But i want to share that no one can fill the blank of PAPPA

  10. Samvedan Pandya
    Samvedan Pandya May 22, 2012

    its very touchy. that makes my eyes wet.

  11. Urvi Ishwarbhai Thacker
    Urvi Ishwarbhai Thacker April 28, 2012

    Very much gret……
    I love you so much PAPA …..

  12. Rajeev Maniar
    Rajeev Maniar December 21, 2011

    Dear Friends,
    Dr. Mukul Choksi Sir was kind enough to provide me the soft copy of this beautiful song.
    If any body wishes to have I request to kindly contact me.
    Really a nice song which one should keep always with them.

  13. Vijay Thakkar
    Vijay Thakkar August 21, 2011

    આ ગીતની સી.ડી. જોઇએ. ક્યા મળશે તે જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.