Press "Enter" to skip to content

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી


પુષ્ટિમાર્ગી વૈષ્ણવોનું સૌથી મનગમતું ગીત …જે એટલું સુંદર અને મધુર છે કે કોઈને પણ વારંવાર સાંભળવું ગમે. ગીત સાંભળી નાથદ્વારામાં દર્શન કરેલ શ્રીનાથજીની મૂર્તિ મન સામે ખડી થઈ જાય છે. માણો ભક્તિરસમાં તરબોળ કરતું આ પદ.
*

*
સ્વર – દેવેશ દવે, આલ્બમ- હરિનામ

*
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં.

34 Comments

 1. ashwin
  ashwin July 16, 2009

  I am refresh to listen loudaly all bhajan of lord krisna i want listen everywhere wher any living body thanks jay shree krisna

 2. Krishna
  Krishna September 18, 2009

  My Favourate Song Forever. & I have to Download This Song Pls. Tell Me How Can I Download.

 3. Purvi Vadgama
  Purvi Vadgama September 26, 2009

  Congratulations firs of all for this wonderful website. I love the way you have covered each and every aspect of Gujarati literature. Is there any way in which I can download the songs or bhajans from this site?

 4. Purvi Vadgama
  Purvi Vadgama September 26, 2009

  My heartiest congratulations to you for creating such a wonderful website. It is really a superb collection. Is there any way in which I can download the songs and bhajans from this site?

 5. Praful Popat
  Praful Popat January 31, 2010

  Thanks and congratulations.

 6. Dhruvraj Chudasama
  Dhruvraj Chudasama January 31, 2010

  Verrrrrrrrry good

 7. Kunal Raval, Muscat
  Kunal Raval, Muscat February 13, 2010

  Thank you very much for this lovely site…!! Hats off to the owner of this site!!

 8. Shailesh Modi
  Shailesh Modi February 19, 2010

  આજે પહેલી વાર આ સાઈટ જોઈ. આટલો વખત ગુમાવ્યો તેનો અફસોસ છે. અમીબેનને ખૂબ ધન્યવાદ. અમીબેન, નવા ભજનો જરૂર મૂકશો. શ્રીજીની કૃપા તમારા પર સદા રહે.

 9. Pankaj Thakker
  Pankaj Thakker February 28, 2010

  જય શ્રી ક્રિશ્ના,
  આભાર.

 10. Pintu A Patel
  Pintu A Patel April 10, 2010

  આજે પહેલી વાર આ સાઈટ જોઈ. આટલો વખત ગુમાવ્યો તેનો અફસોસ છે. મને આ ગાયન બહુ ગમે છે. થઇ જવાય ભકિતરસમા તરબોળ ભજન સાંભળીને, વારંવાર સાંભળવાનુ મન થાય, શું અદભૂત રચના …! બે ત્રણવાર માણ્યું સાથે ગાયું.મારુ પ્રિય પદ સાંભળીને ખૂબ આનંદ થયો. આભાર.સમગ્ર વૈષ્ણવ સમુદાયના અને ઠાકુરજીના ખુબ ખુબ આશીર્વાદ ઉતરો એજ પ્રાર્થના.

 11. Rushit
  Rushit May 22, 2010

  Really, feeling so well after listening this bhajan. If u have any more than please upload it. i want to listen more bhajans

 12. Anupam Shroff
  Anupam Shroff July 17, 2010

  Dear,
  it is very good to hear all Gujarati songs. I really like this. You can let me know on email i will be oblige
  Thanks.

 13. Shyam
  Shyam November 23, 2010

  આ ભજન કોણે લખ્યું છે? કોઈને પણ ખબર હોય તો જણાવજો. આટલું અદભુત ભજન અને લખનારો છુપાઈ રહે તે ના ચાલે. પ્લીઝ ખબર હોય તો જણાવો !!!!

 14. Yogesh Bhatt
  Yogesh Bhatt August 17, 2011

  જય શ્રીકૃષ્ણ. પ્રભુભક્તિમાં તરબોળ કરતું લયમાધુર્ય .. સર્જકની શક્તિને સલામ..

 15. Niranjan Desai
  Niranjan Desai January 7, 2012

  આ ભજન મને બહુ જ ગમે. હુ આ ભજન દરેકને ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.