જ્યારે પ્રિયને મળવા માટે આંખો તરસતી હોય ત્યારે પ્રેમીના દિલના જે હાલ હોય તેને આ ગઝલમાં બખૂબીથી વ્યક્ત કરાયા છે. માણો વિરહની વ્યથાને વ્યક્ત કરતી શૂન્યની સુંદર ગઝલ.
તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ?
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ?
એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,
એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો ?
જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત્
જાણે નથી જીવનમહીં કસ, ક્યારે આવશો ?
ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,
ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો ?
બંડખોર થઈ ગયો છે સમય, આપના વિના
પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો ?
એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,
કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો ?
– શૂન્ય પાલનપૂરી
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ?
જાણે વિરહવેદનાના વૃંદાવનમાં વિહરતા ના હોઇએ એવો અનુભવ થયો !
સુંદર રચના !
ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,
ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો ?
બંડખોર થઈ ગયો છે સમય, આપના વિના
પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો ?
વિરહની વેદનાની ગહન વાત
કેવી સુંદર પંક્તીઓમા…
વિરહની વેદનાને શુન્ય એ ખુબજ સરસ શબ્દો માં વ્યક્ત કરી છે.
તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ?
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ?
એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,
એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો ?
એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,
કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો ?
અત્યારે પુજ્ય શ્રી મા સર્વેશ્વરી ભારતમાં નથી ત્યારે એમના ભક્તોના મનમાં આ જ રચના ગુંજી રહી હશે ! મને પણ એવું થાય છે. પુજ્ય શ્રી માનો વિરહ બધાને વસમો લાગે છે.