Press "Enter" to skip to content

ચોમાસું ક્યાંક આસપાસ છે


આજે એક ભીનું ભીનું વરસાદી ગીત … તમને થશે વર્ષાઋતુ તો પૂરી થઈ. હવે કેવું વરસાદી ગીત ? પણ હા, આજે ઘણાં વખતે લોસએન્જલસમાં વરસાદનું આગમન થયું. એટલે થયું બારીની બહાર કાળા વાદળો અને ઝરમર ઝરમર વરસાદને જોતાં આ ગીત સાંભળવાની મજા પડશે. સુંદર ગીત તો ગમે ત્યારે સાંભળીએ મજાનું જ લાગે. ખરુંને ?
*
સંગીત: નયનેશ જાની; સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે … મારું ચોમાસું

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે .. મારું ચોમાસું

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

– તુષાર શુક્લ

6 Comments

  1. pragnaju
    pragnaju November 3, 2008

    આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
    ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
    તુષાર શુક્લની મઝાની રચનાનો સૌને ગમી જાય તેવો શેર

  2. Dr Bipin Contractor
    Dr Bipin Contractor November 5, 2008

    આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
    ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે !
    વાહ ! ખૂબ સુંદર ગીત ! ખૂબ સુંદર રચના ! ખૂબ સુંદર કંઠ ! ખૂબ સુંદર તર્જ ! કાબિલે-તારિફ !

  3. Deepak Jani
    Deepak Jani November 5, 2008

    Too good…enjoyed every moment…prem ni paribhasha aatli saral & sunder…maru chomasu..yaad avej..

  4. Bharat Suchak
    Bharat Suchak June 4, 2009

    આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
    ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે

    BAHU SUNDER RACHANA

    પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,
    વરસે દરિયા પર નદીનો પ્રેમ,
    વરસે મારા પર તારો આ પ્રેમ
    ઝરમર ઝરમર વરસાદ વરસે
    આ એક જ છત્રીને આપને બે,
    છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,
    પહેલો સ્પર્શ પહેલા વરસાદનો
    પહેલો સ્પર્શ છે તારા હાથ નો
    લાગ્યો કરન્ટ જાણે વીજળી નો
    વિજલીતો આકાશ મા ચમકી,
    તુ તો મારી બાહુ મા ચમકી,
    ના કાય ભાન હવે બસ પ્રેમ,
    પડ મારા પર વીજળીની જેમ,
    વરસે ધરતી પર આભનો પ્રેમ,
    ભલે પડે આ ધરા પર વીજળી,
    પડવા ન દે પ્રેમ પર વીજળી,
    વાદળોની જેમ તકરાર ન કર,
    ભલે તોફાન આવે ગગનમાં,
    ન આવવા દે તોફાન પ્રેમમાં,
    નદીઓ છલકાય વરસાદમાં,
    મારું દિલ છલકાય તારા પ્રેમમાં
    – ભરત સુચક

  5. Tushar Shukla
    Tushar Shukla June 7, 2009

    This is first visit to mitixa. It is an effort IN TIME ! Your love for language and lit. needs cudos. Keep it up. An important correction : this song is composed by Nayanesh Jani. will be in touch. keep me informed on my e mail.
    Love.
    – Tushar Shukla

    [ તુષારભાઈ, મીતિક્ષા.કોમ પર આપના પગલાં અમારે માટે આનંદની વાત છે. આપના સૂચન મુજબ સુધારો કર્યો છે. શરતચૂક બદલ ક્ષમાપ્રાર્થના. – admin ]

  6. Priya mistry
    Priya mistry March 30, 2016

    અત્યંત સુંદર……
    ગાલ ઉપર લજજાની લાલી ફૂટયાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.