મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં.
*
*
તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને
તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી,
હું કુંપળથી અડું તને, તું પરપોટો થઇ જાતી,
તને કહું કંઇ તે પહેલા તો તું કહી દેતી, છો ને … તને ગમે.
તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસું જઇ બેઠું,
હું ઝળઝળિયા પહેરાવી એક શમણું ફોગટ વેઠું,
તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તો ને … તને ગમે.
-વિનોદ જોશી
સરસ ગીત કોઈ સવાલ નથી!
wowww… really creative… excellent Daxeshbhai, Mitixaben… Keep it up our all wishes are there with you to increase Native language love in youngsters.
બહુ જ સરસ રોમાંચિત થઈ ગયા. સવાર સુધરી ગઈ. વારંવાર સાંભળ્યું. આભાર.
સુરેશ વાડકરનો સુરિલો સ્વર. મન પ્રફુલ્લિત કરી દીધું.
આ ગીત હું ડાઊન લોડ કરી શકું? નહીં તો કોઈ સાઈટ ખરી એના માટેની? આ ગીત મને બહુ જ ગમે છે. ખુબ ખુબ આભાર તમારો. અહી સાંભળવા મળી ગયું મજા આવી ગઈ.
સ્નેહા-અક્ષિતારક