Press "Enter" to skip to content

કસુંબીનો રંગ


રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અવિસ્મરણીય કૃતિ. મન ભરી માણો કસુંબલ રંગને.
*

*
સ્વર- હેમુ ગઢવી

*
લાગ્યો કસુંબીનો રંગ,
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ … રાજ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ … રાજ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ … રાજ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ … રાજ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ … રાજ

પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો ! લેજો કસુંબીનો રંગ ! … રાજ

– ઝવેરચંદ મેઘાણી

27 Comments

  1. Navin Mehta
    Navin Mehta April 18, 2023

    ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ
    What is it that they were drinking after stirring and re-stirring?
    Also you have to know that “રંગ” in the context means addiction, and “રંગીલાં” means addict.
    In these days of excessive addiction and people dying of addiction, you have to remember that the Rajput kings were made deliberate addicts so that they became subservient to the British. Please read the history. The same happened in China which led to opium wars.
    Do you know that if the mother has been drinking opium, it would come out in the breast milk and the child gets addicted right from birth?
    I am a very old man, and I remember my mother telling me that in those days, if a child cried, he/she was given opium to quieten the child.

  2. Prakash Sarva
    Prakash Sarva July 7, 2021

    ગુજરાતી સાહિત્યમાં ”કસુંબીનો રસ” અવિસ્મરણિય,
    શ્રી ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય કવિને મારા શત શત પ્રણામ.

  3. Preetam Joshi
    Preetam Joshi October 23, 2018

    Very melodious but since I’m not acquainted with Gujarati language so not able to understand the meaning. Can any one translate the lyrics in English or Hindi? I tried on net but didn’t find.

  4. ઇલેશ ગજજર
    ઇલેશ ગજજર May 29, 2018

    મારા ગુજરાતી સાહિત્યને શણગારનાર કવિ શ્રી મેઘાણીને મારા સત-સત પ્રણામ

  5. Abhishek Patel
    Abhishek Patel July 5, 2015

    આ એક શૌર્ય ગીત છે. જે સાંભરતા કેવાય છે કે શરીરના રુવાંટા ઊભા થઈ જાય.. એટલું બધું આ એક ગીતમાં કહી જાય છે. ખુબ ખૂબ આભાર તમારો મેઘાણી સાહેબ.

  6. પ્રાણજીવન વિડજા
    પ્રાણજીવન વિડજા January 7, 2015

    રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ..
    ઐતિહાસિક વાત હોય તો મુકો પ્લીઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.