Press "Enter" to skip to content

છલકતી જોઈને મોસમ


આજકાલ વર્ષાઋતુના દિવસો છે. ત્યારે આ ગઝલ યાદ આવે છે.
*
સ્વર : મનહર ઉધાસ

*
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

– વિનય ઘાસવાલા

One Comment

  1. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 30, 2009

    છે સહેલું ગગનેથી તારા તોડવાનું, પણ છે અઘરું તુજ પાસ પહોચ્વાનું …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.