સિદ્ધ પિતા અવિનાશ વ્યાસના પ્રસિદ્ધ પુત્ર ગૌરાંગ વ્યાસે આ ગીતને સ્વર અને સંગીત આપ્યું છે. એક રીતે જોઈએ તો આ કદાચ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રેપ કક્ષાનું સોંગ કહી શકાય. જે લય, તાલ અને શબ્દો આ ગીતમાં મૂકવામાં આવ્યા છે તે કાબિલે તારીફ છે. એક વાર સાંભળવાથી સંતોષ ન થાય અને વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ગીત આજે સાંભળો.
*
Avinash Vyas
*
Aishwarya-Bhumik
*
હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ
જામી રમતની ઋતુ (2)
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ
તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સૂતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢૂંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂંટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે
પર ને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જૂઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
– અવિનાશ વ્યાસ
Excellent. No words….
ખરેખર અદભુત.. મન મોર બની થનગાટ… ગીત શોધવા જતા ” મીતિક્ષા.કોમ” મલી ગઇ.. જે ખુબજ ઉપયોગી બની રહેશે.. આભાર.
તો મને પણ આ સોંગ મેલ કરોને! અને કૌશલભાઈ, તમારી વેબસાઈટ જણાવો.
I love this song. I had heard it somewhere and since than I was searching for this. This is marvellous – as such no words for this. A great philosophy of life so melodiously conveyed. Hats off to great father and son.!!
મિત્ર દ્વારા તમારી વેબસાઈટ વિશે જાણ્યુ મુલાકાત લીધી ખૂબ સારું લાગ્યું. તમારો એ શરુ કરવા પાછળ નો આશય વાંચ્યા બાદ તમારા પ્રત્યે માન પણ થયું. તમને અને આ વેબસાઈટને મારા હ્રદયપૂર્વકનાં અભિનંદન. ખુબ સરસ કલેક્શન છે. ખુબ જ સરસ માહિતી આપી. મારા જેવા ચાર મિત્રો કે જે ઓર્કુટ માં મળ્યા ને ત્યારબાદ કોમ્યુનીટી શરુ કરી જે છેલછબીલો ગુજરાતીના નામે રજુ કરી. પછી મને થયુ કે વેબસાઈટ બનાવી જેમાં કવિતા,ગઝલો, આપણા અમુલ્યો સ્થાપત્યો, વિશે માહીતી પુરી પાડવી ને લોકો સમક્ષ પ્રસ્તુત કરવી. ને અમે વીણેલા મોતીના નામે સાઈટ રજુ કરી. આપ શ્રી ને અમારી સાઈટ જોવા વિનંતી.
કૌશલ પારેખ – વીણેલામોતી
મને આ ગીત બહુ જ ગમે છે. હુ ઘણીવાર આ ગીત સાંભળુ છે. અને મે આ ગીત મારી બહેનપણીને પણ ઈ-મેલ કર્યુ છે.
આનો બીજો જોટો સમગ્ર ગુજરાતી સાહિત્યમાં ક્યાંય જોવા મળતો નથી, આ અવિનાશની યુનિક કવિતા છે….
Daksheshbhai,
I heard this song after many many years. This is very fast song and has very deep meaning. Really good collection. I wish to have more fast gujarati songs like this.
Excellent Song by Avinashbhai. Please add the original track by Manna Dey.
If I am not mistaken, the song that is playing is in the voice of Shri Gaurang Vyas. Shri Manna Dey’s voice is pretty distinguished and easily recognizable by his patrons. Could the moderator of this site please check this out? Regardless of the vocals, the song itself is a delight to hear and both singers have done a good job. [you are right ! mistake is corrected. – admin ]
હુ તુ તુ તુ તુ તુ … અફલાતુન ગીત છે.
શરતચૂકથી એમ થઈ ગયું. ધ્યાન પર લાવવા બદલ આભાર.
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
aa banne liti agal pachal thai gai chhe pehla manda pachi bheri ave
bahu saras hu tu tu tu nice