આજે જવાહર બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. આ ગઝલને અનેકવાર માણી છે અને છતાં ધરાવાતું નથી. આપણા બધાની જિંદગીનો સૂર આ ગઝલમાં વ્યક્ત થયો છે. ટોળાંની શૂન્યતા છું, શૂળી ઉપર જીવું છું .. કેટલું બધું કહી જાય છે. આપણે બધા એક રગશિયા ગાડાંમાં સવાર થઈને જિંદગી જીવી રહ્યા છે, જીવનનો મર્મ ભૂલી ગયા છીએ, જીવનને જીવવાનું ભૂલી ગયા છીએ. એ સત્યને અનોખી રીતે ધાર કાઢી આપતી આ કૃતિ માણો આશિત દેસાઈના સ્વરમાં.
*
*
ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.
સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.
– જવાહર બક્ષી
ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી…….
Nice words that start a Nice Rachana ! Enjoyed !
Inviting you & ALL to my Blog Chandrapukar.
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.
ખુબ સરસ…
લોકપ્રિય સદાબહાર ગઝલ.
ખુબજ સરસ ગઝલ છે.
શું છું અને શું નથી જાવા દ્યો એ વાત નખ શેડો રાખ ડર છે મને ક્યાંક પાછી ભભુકશે આગ….
જવાહર … ૧૦૦% જવાહર.
અદ્ભૂત રચના વાહ… સુંદર સંકલન મીતિક્ષા
અદભૂત રચના