આજે જ્યારે પનઘટ, બેડલા, પાણી ભરવા જતી પનિહારીઓ અને ગ્રામ્ય પરિવેશ અદૃશ્ય થવાની તૈયારીમાં છે ત્યારે અવિનાશભાઈની આ સુંદર રચના આપણને નૈસર્ગિક તાજગીથી છલકાતા ગ્રામ્ય ભાતીગળમાં તાણી જાય છે. માણો સુમધુર સંગીતથી મઢેલ આ સુંદર ગીતને.
આલ્બમ : અમર સદા અવિનાશ
*
સ્વર- મુકેશ
*
સ્વર – મનહર ઉધાસ
*
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું,
કેડે કંદોરો ને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું.
બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું.
રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું.
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું.
– અવિનાશ વ્યાસ
ખુબ જ સુંદર રચના અને સાથે એકદમ મન ને મોહી લે તેવા અવાજ અને સંગીત.
very nice song. its just awesome
બહુ જ સરસ. મજા એટલે કે બહુ જ મજા આવી ગઈ. Thanks to you for keeping our Gujarati Language & ‘Sanskriti’ alive.
ભાતીગળ ગીત .. ગામડાંની પરોઢની યાદ આવી ગઈ. હૈયું નાચી ઉઠ્યું.
Another great addition, I really couldn’t have said it much better myself.
આ કયા ફિલ્મનું ગીત છે ?
સરસ.
i would like to copy the lyrics of this song, which i like the most. how can i do it? when i do just copy paste, it brings junk. pls help.
[you need unicode fonts on your computer. – admin]
સાચ્ચે જ અમર સદા અવિનાશ
ખૂબ ગમતી રચના
મઝાની ગાયકી
તને જાતાં જોઈ પનઘટની વાટે
મારું મન મોહી ગયું,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું
હા હવે નવરાત્ર આવવાની છે એ જોતા બહુ સુચક સમય પસંદ કર્યો છે.
અવિનાશભાઇની વાત જ અલગ, તેમની કવિતા અને સંગીત વર્ણવી શકાય તેમ નથી.
ચન્દ્રકાન્ત.
મારે આ ગાયન ગમે
ગરબા ના ઢાળમાં ગવાયેલુ આ ગીત સાંભળીને નવરાત્રીની યાદ આવી ગઈ. ખૂબ સરસ છે.