[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.]
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
– સુરેશ દલાલ
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
સુરેશ દલાલની કેટલી સરસ રચના
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
વાહ. બહુ સરસ ખુબ ગમી.
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
આજ કાલ લોકો પણ જાણે આવું વલણ ધરાવતા થઈ ગયા છે ! બરાબર ને ?
ખૂબ સરસ. ચીનુભાઈની ગઝલ પણ ખૂબ ગમી.
આપને પણ મારો બ્લોગ જોવા તથા અભિપ્રાય આપવા માટે હાર્દિક આમન્ત્રણ છે.
-કુ. કવિ રાવલ.
Today I visited your web site. I like the color of Lilotary. I enjoyed the posts. ફૂલની જેમ ખૂલવું અને ડાળની ઉપર ઝૂલવું….. લાગે છે આ તમારો જીવન મંત્ર છે. Keep it up.
Congratulations !
P Shah
http://www.aasvad.wordpress.com