મનમાં જે વાત ઘોળાતી હોય તે કોઈને કહી દેવાથી હૃદય હલકું થઈ જાય. પણ પોતાના પ્રિયતમની વાતને એમ કાંઈ કોઈને કહી દેવાય ? … પ્રેમને ગમે તેટલો ગુપ્ત રાખવા મથો પણ આખરે તો તે વ્યક્ત થયા વિના નથી રહેતો. સુંદર ભાવભરેલી આ રચના માણો અતુલ પુરોહિતના મધુર સ્વરમાં.
*
*
વ્હાલમની વાત કાંઈ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા;
ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી;
પાગલની પ્રીત કંઈ અમથી હરાય નહીં:
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?
ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
આ ચિત્રમા દેખાતું ખૂબ જ સુંદર ફૂલનું નામ ?
વ્હાલમની વાત કાંઈ વ્હેતી કરાય નહીં;
હળવેથી હૈયાને હલકું કરાય નહીં !
પણ ગવાય જરુર!
સરસ શબ્દો -મધુરી ગાયકી
My ears got a soothing effect after listening the beautiful lyrics in the voice of Atul Purohit. And the non-stop Garbas are awesome. I request all to listen to it to get a feel of the most famous Garba ground of Vadodara – famous for classical garbas.
Thank you very very much !!!!!!!!!
કાનને ખૂબ ગમે તેવું છે અને નોરતાની રાતડી છે અને મનગમતું છે. વાત પણ આ એટલી સાચી છે કે આ વાત વાલમની કોય ને કહેવાય નહી!
વાલમ તારી વાતો આ નજરે બંધાણી; રાખુ હું હએ છાની તોય કહી દે છાની છાની …….
આ ગીતના કવિ ભાસ્કર વોરા છે. મને જાણવા મળ્યું તો હું આપને પણ જણાવું છું.