આજે બેફામની સદાબહાર ગઝલ. જેનો મક્તાનો શેર મહેફિલોની રોનક બની ગઝલપ્રેમીઓના હોઠ પર સદા માટે ગણગણાતો રહે છે. જીવનની અલ્પજીવિતાને ઓછી મદિરા સાથે અને ક્ષણભંગુરતાને ગળતા જામ સાથે સરખાવી મરીઝે સુંદર સંદેશ ધર્યો છે. જીવનના રસને પીવામાં, એને માણવામાં ઉતાવળ કરવાની જરૂર છે. એ ક્યારે ખલાસ થઈ જાય એનો શું ભરોસો ? માણો આ સુંદર ગઝલ જગજીત સિંહના ઘેરા અવાજમાં.
*
*
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
મારી આ મજબૂર મસ્તીનો નશો ઉતરી ગયો
આપ પણ એવું કહો છો કે મને આરામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– ‘મરીઝ’
ખુબ જ સરસ..
કેવો હશે એ દર્દ તબીબોને શી તમા,
ઉપચાર થી દવાના અમે થઈ ગયા મરિઝ
– ક્રૂણાલ
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
જલ્દી કરો મરીઝ….. ગળતું જામ છે….
ખૂબ સરસ રચના……
ઉતાવળે જામ પીવા નથી,
પણ પીવવુ પડશે જ,
જિંદગી ભલે જીવવા જેવી નથી,
પણ જીવવું તો પડશે જ.
લાગે છે કે છલકાવી જામ અમને તો ભીંજવી દીધા. ખુબજ સરસ..
જગજીત સિંહ ના આલ્બમ જીવન-મરણ છે એકની આ ગઝલ બેગમ અખ્તર અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં પણ ગવાયેલી છે.
સાંભળો
http://preetnageet.blogspot.com/2008/12/blog-post_4343.html
મારી મનપસંદ ગઝલો પૈકીની એક
દરેક શેર હૃદયસોંસરવો નીકળી જાય છે.