જ્યારે ભગવાન કૃષ્ણ માટેની મીરાંબાઈની દિવાનગી રાજમહેલની બધી હદોને પાર કરી ગઈ ત્યારે રાણાએ પોતાની આબરુને બચાવવા માટે મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો. એને એમ હતું કે હવે બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે, તકલીફોનો સુખદ અંત આવી જશે. પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે ? મીરાંબાઈને મારવા માટે મોકલાવેલ ઝેરને પ્રભુએ અમૃતમાં પલટાવી દીધું. એ સ્વાનુભવની કહાણી મીરાંબાઈએ ભજનમાં કરી. માણો એ સુંદર ભજન રેખાબેન ત્રિવેદીના સ્વરમાં.
*
*
નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.
કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
– મીરાંબાઈ
Excellent Gujarati Geet / Kavita & Musical renditions. Thanks.
Very nice song. મીરાંબાઈના ભજનની તો વાત જ જુદી છે. આ ગીત અંતરમાં પરમાત્માની અનુભૂતિ કરાવે છે.
Thank you for posting. Have a nice day Mitixabahen.
ગુજરાતી ભજનનો મોંઘો લ્હાવો પ્રાપ્ત થયો. મનને ખુબ જ શાન્તિ મળી. જુદા જુદા ભજન વધારે મુક્વા વિનન્તિ.
i was so happy to hear this song of mirabai. If you have some song of mirabai please deliver to this website.
આ ભજન બહુ જ ગમે છે.
વાહ આટલું સરસ ભજન એટલા જ સરસ સ્વરમાં વાંચતા વાંચતા સાંભળવાની ખુબ જ મજા આવી. તમારો ખુબ ખુબ આભાર.
વાહ અમીબેન ખુબ જ સરસ તમારી વેબ સાઈટ.
sorrry i cant write in gujarati …. But i promise to see you daily in morning.
with warm regards and lot of love
JD.
ખૂબ મધુર અવાજમાં આ ભજન સાંભળવાની બહુ મજા આવી. આભાર.
વાહ….ખૂબ સરસ….આ ભજન સાંભળીને મારા રૂંવાટા ઊભા થઈ ગયા અને મારી આંખોમાં અશ્રુની ધારાઓ વહેવા લાગી.
ફરી ફરી સાંભળવું ગમે તેવું ખૂબ જ સુંદર ભાવવાહી ભજન.
મારા હૃદયમાં ભક્તિભાવ જગાવવા બદલ ખૂબ ખૂબ આભાર.