આજકાલ દુંદાળા દેવ ગણેશ ઘરે ઘરે પધાર્યા છે. આદિ કાળથી ગણપતિની પૂજા કોઈપણ શુભ કાર્યના આરંભે થતી આવી છે. પણ આજે જે ગણેશોત્સવ ઉજવાય છે તેનો શ્રેય લોકમાન્ય તિલકને ફાળે જાય છે. જનજાગૃતિ અને લોકોની એકતાના ભાગરૂપે પૂનાથી શરૂ થયેલ ગણેશોત્સવ આજે લગભગ ભારતભરમાં અને વિદેશોમાં પણ ફેલાઈ ચૂક્યો છે. દર્શન અને સંનિધિનું સુખ આપવા ભગવાન સામે ચાલી ભક્તને ઘરે પધારતા હોય તેવું માત્ર ગણેશજી માટે જ કહી શકાય. હજી આજે પણ સુરત અને વડોદરામાં વરસો સુધી માણેલ વિવિધ સ્વરૂપો અને આસપાસના ડેકોરેશન વાળા ગણેશજી યાદ આવે છે અને મસ્તક ભક્તિભાવથી ઝૂકી જાય છે. તાપીના કિનારે ડક્કાના ઓવારે ગણેશ વિસર્જન જોવાની મઝા કૈં ઓર હતી … સાંભળો મને અતિ પ્રિય એક સ્તુતિ. શબ્દો ગીત સાંભળીને લખ્યા હોવાથી ભૂલ હોવાનો સંભવ છે. એ માટે પ્રથમથી જ ક્ષમાયાચના.
*
*
જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ
તવ દર્શન માત્રે હો ભક્તેચ્છિત પૂર્તિ
સત્ ચિત્ ધન ચિંતામણી જય જય ઓમકારા
વિષ્ણુ મહેશ્વર જન કા જય વિશ્વાધારા.
વિદ્યા વિદ્યા રમણા સત્ ચિત્ સુખ સારા
સ્વાનંદે સા ભગવંત દે ચરણી ધારા … જય દેવ જય દેવ
આદ્ય બ્રહ્માદિશા યોગી હૃદ રામા
કરુણા પારાવારા યે મંગલ ધામા
મત્સલ મુખ દનુજહારિ પરિપૂરિત કામા,
સ્વામીન વિઘ્નાદિશા દે નિજ સુખ આમ્હા … જય દેવ જય દેવ
શ્રીમન મુદગલ શુકમુખ દત્તાધિક યોગી
નારાયણ ગિરિજાદવ રવિ મુખસ્વર ભોગી
પૈસે સંતત રત તવ પદ કમલી ભોગી
ભવ વિદ્યા ચરણાંકુશ ધારી ભવ રોગી …. જય દેવ જય દેવ
ગણપતિ બાપ્પા મોરિયા.
આવી પ્રસંગને અનુરૂપ કૃતિઓ મુકતા રહેજો.
પ્રસંગને અનુરૂપ મધુર ભાવવાહી પ્રાર્થના માણી ખૂબ આનંદ થયો
———————————————–
* અમેરિકામાં સીમંત પ્રસંગે ગણેશ પૂજા
* ખૂબ યાદ આવે છે-શ્રી ગણેશ સ્થાપનાથી વિસર્જનના દિવસો!
* જય શ્રીગણેશ-નામો અર્થ સાથે
જરુર પધારશો …
*http://niravrave.wordpress.com/
ખુબ સરસ..
Daxeshbhai, Atulbhai and Amiben,
congratulations for launching this web site. This is a unique web site. The collection is excellent quality. keep it up.
Ganesh stuti is at a proper time of Ganesh festival. Very much impressed with your efforts
good luck.
sanat joshi