દરેકને એવો અનુભવ હશે કે જ્યારે આપણે બહુ આનંદમાં હોઈએ ત્યારે કંઈકને કંઈક એવું બને કે આનંદમાં ભંગ પડે. ક્યારેક એવું થાય કે એવું કંઈ ન બને પણ મનને એવું થશે એવો ભય સતાવ્યા કરે. આ ગીતની પ્રથમ બે પંક્તિઓ મને બહુ જ પ્રિય છે.
*
સ્વર : નિરુપમા શેઠ
*
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
– જગદીશ જોષી
Hi,
very ueful site for all gujarati
Hello,
Love this site. I found a treasure.
Thanks a bunch.
ખૂબજ સરસ. વરસો પછી આ ગીત સાંભળીને ખરેખર આનંદ થયો.
ખૂબ જ અલૌકિક. શોધી શોધી થાક્યા ત્યારે તમે મ્ળ્યા! ધન્યવાદ
કેમ છો ? મઝામાં …
મને આ ગીત ડાઉનલોડ કરવા માટે લીંક મોકલશો ? પ્લીઝ.. એક વાર મને આ ગીત ડાઉનલોડ કરવા આપો.
આભાર સહ.
– ગૌરાંગ
[ગૌરાંગભાઈ, બધા ગીતો ઓનલાઈન સાંભળવા માટે છે. ગીત ગમતાં હોય તો બજારમાંથી તેની કેસેટ કે સીડી લાવવા નમ્ર વિનંતી છે. એમાં જ કલાકારનું અને આપણી ભાષાનું સન્માન રહેલું છે. – admin]
લેવા પડે છે રિટેક હાસ્યના ઘણા એ કોણ જાણે કયાંયથી આવી જાય છે રુદન …….સ્ત્રી અને રુદનને જનમ જનમ નો નાતોઃ કુવો નહિ પણ દરિયો ભરાઇ જાય.
કુવો નહિ દરિયો ભરાય ……. સ્ત્રી અને આંસુને જનમ જનમનો સંગાથ
ખરેખર બહુ સરસ…