Press "Enter" to skip to content

હવે મંદિરના બારણા ઉઘાડો


મિત્રો આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થાય છે. સામાન્ય રીતે શરદ નવરાત્રિનો મહિમા વધુ ગણાય છે, એ દિવસોમાં ઠેકઠેકાણે ગરબાનો મહોત્સવ થાય છે. પરંતુ દેવીની ઉપાસના કરનાર માટે ચૈત્ર નવરાત્રિનું પણ આગવું મહત્વ છે. તો આપણે આજે માતાજીના મહિમાનું ગાન કરવાની સાથે સાથે નવરાત્રિના આરંભે એમને એમના મંદિરના બારણાં ઉઘાડવાની પ્રાર્થના કરીએ.
*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

*
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત.

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલને જાગ્યું આ વિરાટ …
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

5 Comments

  1. Jaykant Chhaya
    Jaykant Chhaya October 10, 2013

    આ ગરબો આશા ભોંસલેએ પહેલાં ગાયેલો, ત્યારબાદ તો પુરુસોત્તમ ઉપાધ્યાય, રાસબિહારીભાઈ, આસિતભાઈ ઘણાએ ગાયો. શબ્દો-લય અને તાલ કોઇ પણ સંયોજન યાદગાર બનાવે જ.

  2. Pankaj Yadav
    Pankaj Yadav March 15, 2012

    Very nice..!! The incredible voice of Purshottam Upadhyay makes this ”STUTI” more and more great.

  3. Dimple Patel
    Dimple Patel November 1, 2010

    Great Voice….Great Song by Avinash Vyas with The Best ever Singing style by P. Upadhyay.
    thanks for the song..i have this song in my
    Laptop,Ipod,Desktop,In Car…everywhere .

  4. Rashmi
    Rashmi March 28, 2009

    હવે.. નો આ લહેકો માત્ર પુરૂષોત્તમ ભાઈનો જ.
    ખુબ સુંદર. આજે નવરાત્રિને એકદમ અનુરૂપ. જાણે અંતરની અંદરથી પ્રાર્થી રહ્યા હોય તેવું અનુભવાય છે.

  5. Darshan
    Darshan March 27, 2009

    માતાજી નો ફોટો ખુબજ સુન્દર અને અદભુત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.