આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો સુદામાના નસીબે નિર્ધન દશામાં ઝૂંપડીમાં જીવન વિતાવવાનું આવે છે. સુદામાની પત્ની દરિદ્રતા દૂર કરવા સંતાનો ખાતર એક વાર બાળસખા કૃષ્ણની મુલાકાત લેવા વિનવે છે. સુદામા ભગવાન કૃષ્ણના મહેલ જાય છે… અને પછીની વાત જગજાહેર છે. એ અમર પ્રેમ, મૈત્રી અને મુલાકાતનું રોમાંચિત વર્ણન આ ગીતમાં થયેલ છે. એમાંય પુરુષોત્તમભાઈના સ્વરમાં (આલ્બમ-સુરાવલી) આ ગીત સાંભળી ઉન્માદ (બીજો શબ્દ સૂઝતો નથી!) થયા વિના ન રહે. વારંવાર સાંભળવું ગમે તેવું આ મધુરું ગીત માણો બે ભિન્ન સ્વરોમાં.
સ્વર- પુરુષોત્તમ ઉપાધ્યાય
*
*
નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે
વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રુક્ષ્મણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ
આવે શામળિયો સામેથી દોડી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે
વ્હાલો માંગી માંગી ખાય, ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માંહ્ય
માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
– રચનાકાર (?)
સરસ ગીત ………ગમતાનો ગુલાલ …આભાર !!!!
Gud… Gud job by provider… really nice…
ખુબ ખુબ ભાવવિભોર બની જવાયું આ રચના સાંભળી… ભાવાવેશ. ધન્યવાદ દક્ષેશ ને આ સુંદર બ્લોગના સંચાલિકા મીતીક્ષાને. તમારી સહિત્યપ્રીતિને શત શત પ્રણામ.
It a true pleasure for the ears and soul to listen to this old song. I applaud Daxeshbhai and Mitiksha for this wonderful blog. I just came upon your blog but I intend to be a frequent visitor, thank you.
i am frequent visitor of your site in fact everyday.. ,its amazing… જાણે ખોવાઈ જવાયું. કૃષ્ણ અને સુદામા નજર સામે આવી ગયા અને આંખમાં પાણી આવી ગયા. thank you for giving us these things.
ખરેખર મન અને હૃદય પ્રફુલ્લિત થયું.
આ સદીમાં આવું ક્યાંથી મળી શકે?
હાર્દિક આભાર.
આ ગીત મે ૨૦૦૯ નવરાત્રી માં મારી સોસાયટી નાં મિત્ર નાં મોબાઈલ માં સાંભળ્યું
હતું. ખરેખર જે મિત્ર નો પ્રેમ દર્શાવેલ છે આ ગીત માં.
કૌશલ પારેખ – વીણેલામોતી
really very excellent. Purshotam Upadhyay has given two different Rag. Whenever I get time, I open this Web-site to get entertainment.