મરીઝની લખેલ એક સુંદર ગઝલ આજે રજૂ કરું છું. સંબંધોમાં એવી ક્ષણો અનેક આવે છે જ્યારે વ્યક્તિને હૂંફ, હમદર્દી અને સહારાની જરૂર પડે છે. એ સમયે દિલદાર હમદર્દ બની પડખે ઉભો રહે અને ખભો ધરે છે પણ એમાં અહેસાન કર્યાની બૂ આવે, એ મદદ લેનારને લાચારીનો અહેસાસ કરાવે, તે મરીઝને ખૂંચે છે. અપેક્ષાના ધરતીથી ઉપર સંબંધોના મોકળા ગગનમાં વિહરવા કવિ ઈચ્છે છે. ‘એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે’ … મારી મનગમતી પંક્તિઓ છે. ]
*
સ્વર: અનુરાધા પૌંડવાલ; આલ્બમ: આભુષણ
*
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
– મરીઝ
There is no facility to download the gazals.
[sorry, no downloads. – admin]
વાહ વાહ ખુબજ સુંદર અવાજમાં સુંદર ગઝલ સાંભળીને દિલ ડોલી ગયુ. આવી જ રીતે લગ્ન ગીતો એકી સાથે સાંભળવા મળે તો ખુબ મજા પડી જાય.
waah….. very nice…kya baat….nice gazal in good voice.
વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
નવુ નવુ પીરસતા રહો મઝા આવે છે
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.
બહુ સરસ. મજા આવી ગઇ. વાહ, શું વાત છે. અમને પણ ક્યારેક આવું કંઇ થાય છે ..
કીપ ઇટ અપ