કૈલાશ પંડિતની અતિ લોકપ્રિય રચના. સાંભળો મનહર ઉધાસના મખમલી કંઠે.
*
*
ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
– કૈલાશ પંડિત
મનહરના સ્વરમા મધુરી ગાયકી
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
તેના મરણ વખતે આ પંક્તીઓ મનમા ગુંજતી હતી
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મનહરના સ્વરમાં માણવાની મજા આવે તેવી છે. બહુ દર્દ છે… વરસો સુધી કાનમા જાણે ગુંજ્યા કરશે. વાહ મજા આવી ગઇ.
ફુલ તો તમેજ રોપ્યું હતું તે કેમ ભુલી ગયા તમે; હવે બની બાગ મહેંકે છે ત્યારે નાખી નિઃશાસા ઉજાડો શાને ?
કૈલાશજી જેવા શાયરની આ અદભુત રચના બધાને માર્ગદર્શક બની રહેશે.