આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે, ઈન્ટરનેટ વડે જોડાયેલું છે, એવા સમયે આપણા સૌના એડમીન – નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ મધુરું ગીત બે અલગ સ્વરોમાં.
*
Hemal & Aalap Desai
*
Shyamal Saumil
*
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઇટ..
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઇટ..
એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઇટ..
– કૃષ્ણ દવે
પ્રથમ ગીત ગમ્યું, આભાર !
ખરેખર્ સુન્દર્ પ્રયાસ્
ખૂબ સરસ
સુન્દર છે.
krishana is the best and Radha is krishana’s lover.
ભાઇ શ્રી, શ્યામલ શૌમીલ ના અવાજ માં ગવાયેલુ આ ગીત
વાંસલડી ડોટ કોમ, ના આલબમ નુ નામ આપશો પ્લીઝ.
અથવા જો શક્ય હોય તો મારા ઇ-મેલ પર મોકલી આપજો.
કારણ કે શ્યામલ શૌમીલ ના અવાજ માં આ ગીત ખુબ શોધ્યુ
પણ ક્યાંય મળતું નથી, તો આ માં ધ્યાન આપવાની મહેરબાની
કરશોજી. આભાર જો બને તો મને ઇ-મેલ થી જવાબ આપજો.
બંને સાંભળી..મજા આવી ગઈ..હેમા દેસાઈની બીજી એડીસન લાગે.. દક્ષેશ અને મીતિક્ષાબેન આપ બન્નેનો ખુબ આભાર -એડ્મીન નિયંતાય નમઃ … કૃષ્ણના નામોમાં એક વધુ નવું આધુનિક નામ તમે ઉમેર્યુ…તમને મોરપીચ્છ્થી વધાવતા હશે.. બે વૈવિધ્યસભર સ્વરોમાં રચના રજુ કરવા બદલ..પ્રથમ આલ્બમની કોપી કૃષ્ણ દવેને મને પહોંચાડવા મળેલી, અમારી બેઉની જુની, ઓળખાણ અમદાવાદ મુશાયરા પણ રજુઆત…પંડિતની દિકરી આગળ તેમણે..ઉકલી ગઈ પંડિતની જાત..રજુ કરેલું !! આ આલ્બમનું આર્ટવર્ક મને કરવા મળેલું…