પ્રણયની મધુરી કેડીમાં ક્યારેક જુદાઈના ગીત ગવાય છે. દિલમાં ભારોભાર વ્યથા હોય, મનમાં કેટકેટલા પ્રશ્નો હોય જેના ખુલાસા મેળવવાના અને કરવાના હોય પણ વાત કરવાનો મોકો જ ન મળે. કોઈ સમારંભમાં, કોઈ જાહેર સ્થળે, અન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રિયજનને જુઓ પણ વાત ન કરી શકો તો ? મુક્તકમાં એ બેબસીનું કરુણ નિરુપણ છે. તો મત્લાનો શેર એના કારણ વિશે કેટલું સરળતાથી કહી જાય છે. સંબંધોમાં તીરાડની પ્રથમ નિશાની એકમેકને માટે સમયનો અભાવ. એમાંય જ્યારે એક પક્ષે સારો સમય ન હોય, અર્થાત્ કોઈ રીતે અન્ય પ્રેમીની સમકક્ષ ઊભા ન રહેવાનું કારણ હોય તો એવા પ્રેમીના ભગ્ન હૃદયની કથા, એની બેબસીનો ચિતાર અહીં ધ્વનિત થયો છે. માણો બાપુભાઈ ગઢવીની સુંદર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
*
દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં
*
તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ?
રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી
વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
ને યાદ રાખવું એ તમારો વિષય નથી
હું ઈંતજારમાં અને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.
– બાપુભાઈ ગઢવી
ખુબ સરસ……આ જ ગઝલ મેં પુરસોત્તમ ઉપાધ્યાયજી ના કૈક અલગ અંદાજ માં સાંભળેલી છે………જો આપની પાસે એ ઉપલબ્ધ હોય તો અહી મુકવા એક સંગીતમય વિવેક કરું છું..આભાર
સરસ બહુ ગમ્યુ
Really heart touching song.
ખુબ સરસ મજાનું આ ગીત છે. અને આ મારા દીલની વાત પણ છે.
Really heart touching song.
Always think that how to generat these type of words in your heart.
I like this song very much.
Very god poem and well sung
your collections are just great
love to enjoy regularly
મનહર ઊધાસ ની ગઝલોમાં મને સૌથી વધુ ગમતી ગઝલ.
શબ્દગુંથણી અને સ્વર બન્ને અંતરના તાર ઝણઝણાવે.
પછી બીજું શું જોઇયે ?
રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી
ખૂબ સરસ ગીત. કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી. વાહ……!
બહુ પ્રયત્ને આપ આજે મળ્યા તેથી અનહદ આનંદ થયો બહેના !
કાવ્ય ને ગાન બન્ને સરસ મજાની છાપ મૂકે એવા ગજબનાં છે હોં !
Dear,Daxesh
you r too good in all poems, gazals . I dont have a word to say how brilliant you r. હું તને જાણું છું એ મારા માટે ગૌરવની વાત છે.
ખુબ જ સુન્દર કાવ્ય પ્રસ્તુત કર્યુ તે બદલ આભાર. તેના પ્રત્યેક શબ્દમાં પોતાની છબી જોઉ છું. જો શક્ય હોય તો મારા વતી બાપુભાઈ ને અભિનંદન કહેજો.
અતિ સુંદર શબ્દરચના………
મઝાનું ગીત
સરસ
મધુર ગાયકી