આજે ઘણાં વરસો પહેલાં સાંભળેલું અને મનમાં વસી ગયેલું ગીત રજૂ કરું છું. અહીં રજકણના રૂપકમાં માનવીની અભિલાષાઓ વ્યક્ત થઈ છે. દરેક વ્યક્તિને ઉપર ઉઠવાના, આગળ વધવાના અરમાન હોય છે, પરંતુ એમના ઓરતા અધૂરા રહી જાય છે. માનવીય ઝંખનાઓની સુંદર અભિવ્યક્તિ વિવિધ રૂપકો દ્વારા કરવામાં આવી છે.
*
સ્વર: લતા મંગેશકર
*
એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…
જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…
લતાના કંઠે મઢેલું આ ગીત ઘણા વરસો પછી સાંભળવા મળ્યું. ખૂબ જ સરસ.
લતાના કંઠે મઢેલું આ ગીત ખૂબ જ સરસ. લતાજીએ ગુજરાતીમાં ગાયુ છે તે જાણીને આનંદ થયો.
વાહ. શું મીઠાશ છે. મજા આવી ગઇ
દિલિપ ધોળકિયા અને લતા મંગેશકરે ગાયેલુ આ ગીત ખૂબ સરસ છે.
ખુબ જ સુન્દર
After very long time, i come across this song which was my sister”s most favorite song. today i found this website and very happy to have most of the all time likable Gujarati songs on one site. Thank you very much.
તમે અમારા આનંદનું અને અનુભૂતિનું માધ્યમ બનો ….. ખુબ ખૂબ ધન્યવાદ …
ઘણા સમય પછી આ લાગણી નીતરતા શબ્દો ના સંસર્ગમાં આવવાનું થયું. ખુબ ગમ્યું, ફરી તમારો આભાર.