આજે એક મધુરું અને મનગમતું ગીત … જેના શબ્દો હોઠ પર રમ્યા કરે એવા સુંદર છે. સંબંધોના આકાશમાં પ્રેમના સૂરજને જ્યારે અબોલાના કાળા વાદળો ઘેરી લે ત્યારે સર્જાતા ભાવજગતને આ ગીતમાં બખૂબીથી રજૂ કરવામાં આવ્યું છે. સંબંધોની દિવાલમાં તીરાડ પાડવા માટે શંકાનો એક નાનો સરખો પથ્થર પૂરતો છે. એવા પોલા સંબંધોમાં પછી વાતેવાતે સોગંદ લેવા પડે. પરાણે જાળવી રખાતા સંબંધોની વ્યથાને આ ગીત ધાર કાઢી આપે છે.
*
સ્વર: હંસા દવે; સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય; આલ્બમ: ગુલમહોર
*
જન્મોજનમની આપણી સગાઇ,
હવે શોધે છે સમજણની કેડી
આપણા અબોલાથી ઝૂર્યા કરે છે
હવે આપણે સજાવેલી મેડી.
બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.
રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?
– મેઘજી ડોડેચા ‘મેઘબિંદુ’
આપના બ્લૉગને ગુજરાતી શબ્દ જગતમાં સમાવી લીધો છે… વિલંબ બદલ ક્ષમા પ્રાર્થું છું…
કુશળ હશો…
બોલાયેલા શબ્દોના સરવાળા-બાદબાકી
કરતું રહ્યું છે આ મન
પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે
છે કેવું આ આપણું જીવન
મંઝિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં
વિસ્તરતી જાય છે આ કેડી.
– સુંદર રચના
મધુરી ગાયકી
રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી
ખીલેલો લાગે આ બાગ,
ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો, પણ
ખરી પડ્યો એનોય રાગ
ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને !
તારી સુગંધને ક્યાં વેરી?
ખૂબ સુંદર પંક્તીઓ
બોલેલા શબ્દોથી પ્રગટતા પડઘાઓ અવિરત વહેતા હોઇ સૃષ્ટિ અમ એમાં જ રચે ન પરવા બીજાની હોય…. ખુબજ સરસ.
ઘણું જ સરસ ગીત. વારંવાર સાંભળવું ગમે એવું.