28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મનાર ‘ભારત રત્ન’ લતા મંગશેકર આજે એંસી વરસ પૂરા કરે છે ત્યારે સરસ્વતીના સદેહે અવતાર સમા લતાજીને સહુ વાચકો તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 1942માં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરનાર સ્વર કિન્નરી લતાજીએ એમની લગભગ સાડા છ દાયકાની સફર દરમ્યાન વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલીવુડની એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે. સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઘણાં વરસો સુધી એમના નામે રહ્યો હતો. (જો કે પછીથી કેટલાક લોકોના મત મુજબ આશા ભોંસલેએ એથી વધુ ગીત ગાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો) કુલ ત્રીસ હજારથી વધુ ગીતો ગાનાર લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ કેટલાક યાદગાર ગીતો ગાયા છે. આજે એમાંનું એક ગીત સાંભળીએ.
*
*
હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડા નહીં રે મળે … હંસલા હાલો રે
ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે … હંસલા હાલો રે
વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે … હંસલા હાલો રે
– મનુભાઇ ગઢવી
વાહ ! શું સુંદર ગીત છે… કેટલો મધુર સ્વર, કેટલું મોહક સંગીત, વળી ગંભીર શબ્દ અર્થ… ખુબ જ શાંતિનો અનુભવ થયો…
આજે સમાચારમાં સાંભળ્યું કે લતાજીએ કુલ ૫૦,૦૦૦ જેટલા ગીતો ગાયા છે.? સહારા સમય પર.
આજે લતાજીની બર્થ ડે…ખુશીની વાત…શુભેચછાઓ….અને આજે એમનું ગાયેલું ગીત..સરસ…
– ચંદ્રવદન
આજે કવિ મનહર ચોકસી અને દેશ ભકત વીર ભગત સિંહ નો પણ જ્ન્મ દિવસ છે .આજની નવિ પેઢીને શહિદના જન્મ દિવસ સાથે શુ લેવા દેવા? જો કોઈ ફિલ્મ અભિનેતા કે ગાયિકાનો જન્મ દિવસ યાદ આવી જાય તો !!!………..
really touching…..
music director..???
may be kalyanji anandji..
Many happy returns of the day to lataji………
Splendid i want one kutchhi geet “Muji Matrubhumi ke Salam”. can u please get me same. thanks.
કાલે મોડે સુધી ઘણાં ગીતો સાંભળ્યાં . મજા આવી. આભાર.
Thanks for yr good work. Is it possible to download anything from this site? If yes, how? Jayshreeben on TAHUKO do not allow to download.
– Kirit Bhagat
[sorry, no downloads. – admin]
wow ………
ઘણા દિવસે – હંસલા હાલો રે હવે – સાંભળવા મળ્યું. આભાર.