ગુજરાતના સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ એમના સાધનાકાળમાં હિમાલયનિવાસ દરમ્યાન અસંખ્ય ભજનોનું સર્જન કર્યું. અહીં એમના સાંઈબાબા પર લખેલા ભજનોના સંગ્રહ ‘સાંઈ સંગીત’ માંથી એક ભજન રજૂ કર્યું છે.
*
આલ્બમ: પૂજાના ફૂલ, સ્વર: હેમા દેસાઈ
*
મારી અરજ સુણી લો આજ, મારી અરજ સુણી લો આજ
પ્રેમ કરીને પ્રગટી લો પ્રભુ, કરવા મારું કાજ … મારી અરજ
સુંદરતાના સંપુટ જેવો, સરસ સજીને સાજ
આવો મારે મંદિર આજે, કરતા મિષ્ટ અવાજ … મારી અરજ
આતુર થઈને પ્રતિક્ષા કરતો, મારો સકળ સમાજ
સત્કાર કરે શ્રેષ્ઠ તમારો, વાજે ઝાંઝ પખાજ … મારી અરજ
કથા સાંભળી એવી કે છો, તમે ગરીબ નિવાજ
પોકારું છું તેથી તમને, પ્રેમીના શિરતાજ … મારી અરજ
અંતરનો અનુરાગ થયો છે, કહ્યું તજીને લાજ
‘પાગલ’ કે’ પ્રભુ પ્રસન્ન હો તો મળશે મુજને રાજ … મારી અરજ
– શ્રી યોગેશ્વરજી કૃત ‘સાંઈસંગીત’માંથી (સૌજન્ય: સ્વર્ગારોહણ)
Dear Daxeshbhai
Excellent Bhajan
Wah kya baat, Savar Sudhri Gai…JKM
અતિ સુન્દર ભજન. આંખ બંધ કરીને ધ્યાન કરી શકાય તેવું ભજન. અભિનંદન.
યોગેશ્વરજી દ્વારા રચિત અતિ સુન્દર રચના.
સાંઈભક્તો માટે તો સરસ છે જ પણ સૌને ગમે તેવું સુંદર ગીત છે. મને પણ આ કૃતિ ખુબ ગમે છે. યોગેશ્વરજીની રચનાઓ અમને યાદ કરાવતા રહો છો એ માટે આભાર.
શ્રી યોગેશ્વરજી
અંતરનો અનુરાગ થયો છે, કહ્યું તજીને લાજ
‘પાગલ’ કે’ પ્રભુ પ્રસન્ન હો તો મળશે મુજને રાજ
—વેદોનો સાર ગાય છે!
Excellent bhajan for Shree Saibaba’s devotees !!! Hope Saibaba will bless those who sing this from bottam of their heart.
Thanks.