Press "Enter" to skip to content

સપનાં


રાજેન્દ્ર શુકલ મારા પ્રિય કવિઓમાંના એક છે. પ્રકૃતિના તત્વોના રૂપકો સંયોજીને સંવેદના છલકાવા માટે જાણીતા એવા આ કવિની કૃતિને બંસરી યોગેન્દ્રનો સ્વર સાંપડ્યો છે. શાસ્ત્રીય સંગીતના ઢાળવાળી આ રચના કર્ણપ્રિય છે.
*
સ્વર – બંસરી યોગેન્દ્ર

*
મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં !

– રાજેન્દ્ર શુકલ

7 Comments

 1. Rushu
  Rushu August 6, 2008

  What an interpretation of dreams (“Sapna” ) by the poet, Shri Rajendra Shukla ! The singing of this Ghazal by Bansari Yogendra is equally awesome especially the opening lines are rendered in high notes that take us up above the sky in the world of dreams. The piano accompaniment is superb and the pace of singing fully justifies the mood of the song.
  I visited Kavishri Rajendra Shukla website and happily came across another awesome rendering of his ghazal” Avya Hava Ni Jem Ane Osari Gaya” by Bansari Yogendra. I highly recommend this to all poetry and music lovers to listen to this Ghazal too! Please visit http://www.rajendrashukla.com/PoetrySung1.html and enjoy the wonderful rendering.
  Thanks mitixa.com taking us in the wonderful world of literatue and music. Best wishes.

 2. Ashwin-Sonal
  Ashwin-Sonal August 7, 2008

  હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
  આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

  શાસ્ત્રીય સંગીતના શોખીનો માટે બહુ જ સરસ છે. મને પણ ગમે છે. દરેકને ગમતું પીરસો છો. બહુ સરસ. બધાની પાસે આવી આવડત નથી હોતી.

 3. Aarti Vyas
  Aarti Vyas August 9, 2008

  અદભુત સ્વરાંકન અને અદભુત ગાન. રુશુ ના સુચન મુજબ “આવ્યા હવાની જેમ” ગઞલ સાભળી. કવિ રાજેન્દ્ર શુક્લની કલમમાં સ્વયં મા સરસ્વતીનો વાસ છે અને બંસરી યોગેન્દ્રના ગળામાં જાણે કે કોયલે માળો બાંધ્યો છે. આવા સુંદર રસપાન બદલ મિતિક્ષા ને લાખ સલામ.

 4. Nishant
  Nishant August 9, 2008

  I have been listening to the wonderful singing of Bansari Yogendra on All India Radio and Door Darshan. Also have watched the video of “Avya Hava Ni Jem” (mentioned by Rushu) on Door Darshan long back. This is for the first time that I got an opprtunity to listen a new song “Sapna”. Wonderful rendering. would like to contact the artist to give my compliments. can some one PLEASE provide me her Address and Contact number ?
  Mitiksha,you are great. How about putting a few more songs by Bansari Yogendra ?

 5. admin
  admin August 9, 2008

  Thank you Rushu, Nishant, Ashwin and Aarti for the compliments. You are absolutely right about “Avya hawa ni jem”. It is equally awesome in Bansari Yogendra’s voice. With your request, we will sure put it on this site very soon. So keep checking.
  By the way, I have this address, but I’m not sure whether it is correct. so please make sure.
  Bansari Yogendra
  C/O Nartan School of Classical Dances,
  45B, Swastik Society,
  Navrangpura, Ahmedabad 380009
  Ph: (079)-26427165

 6. Jayshree
  Jayshree August 12, 2008

  સાંભળો : આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં – રાજેન્દ્ર શુક્લ
  http://tahuko.com/?p=1480

  બંસરી યોગેન્દ્રનો પરીચય…..

  પ્રથમ બ્રોડકાસ્ટ કાર્યક્રમ- ચાર વર્ષ ની વયે આકાશવાણી દિલ્હી બાલસભામા.

  હાલ આકાશવાણી અને દુરદર્શન ગ્રેઙ A કલાકાર
  ભારત ના મૂખ્ય શહેરો અને USA, Belgium, Australia, Newzealand વગેરે મા સુગમ સંગીત Concerts.

  Professor of Psychology in G.L.S.Arts college AHMEDABAD.

  હાલ મા L.A. ( California ) અને Toronto ( Canada ) ની મુલાકાતે…..Contact No. 001-310-357-1859

 7. kanchankumari parmar
  kanchankumari parmar July 18, 2009

  સ્વપ્નો મારા બની ઝાકળ બિન્દુ વળગ્યાં છે તણખલે; કર્શો ના કોઇ અડપલુ ભાંગી જશે ટુટી જશે; માંડ મળ્યા છે મને… સરસ કલ્પના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.